Site icon

યાત્રીગણ કૃપયા ધ્યાન દે- બાંદ્રા ટર્મિનસ યાર્ડમાં આટલા કલાકનો ટ્રાફિક બ્લોક- આજે અને આવતી કાલે ભુજ-બાંદ્રા અને સુરત-બાંદ્રા ટ્રેન આ સ્ટેશન સુધી જ દોડશે

News Continuous Bureau | Mumbai

બાંદ્રા ટર્મિનસ યાર્ડ(Bandra Terminus Yard) ઉત્તરીય છેડે માળખાકીય અપગ્રેડેશનની કામગીરી હાથ ધરવામાં આવવાની છે. આ કામ માટે સોમવાર રાતના 12 વાગ્યા બાદથી આ કામ ચાલુ કરવામાં આવ્યું છે, જે બુધવાર, 14મી સપ્ટેમ્બર, 2022ના સવારના 06.00 વાગ્યા સુધી ચાલવાનું છે. તેથી આ કામ માટે બાંદ્રા ટર્મિનસ યાર્ડ ખાતે 30 કલાકનો મોટો ટ્રાફિક બ્લોક(Traffic Block) લેવામાં આવ્યો છે.  આ કારણે પશ્ચિમ રેલવે(Western Railway)ની કેટલીક ટ્રેનો આંશિક રીતે રદ કરવામાં આવશે.

Join Our WhatsApp Community

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે બહાર પાડેલી પ્રેસ રીલીઝ મુજબ, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

1. ટ્રેન નંબર 22904 ભુજ – બાંદ્રા ટર્મિનસ(Bandra Terminus) એસી સુપરફાસ્ટ એક્સપ્રેસ 13.09.2022 ના રોજ બોરીવલી ખાતે ટૂંકાવી દેવાશે. તેથી બોરીવલી અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

આ સમાચાર પણ વાંચો : ભારે વરસાદને કારણે મુંબઈના માથે આફત- આ રસ્તો બંધ કરવામાં આવ્યો

2. ટ્રેન નંબર 19004 ભુસાવલ – બાંદ્રા ટર્મિનસ ખાનદેશ એક્સપ્રેસ 14.09.2022 ના રોજ બોરીવલી ખાતે ટૂંકાવી દેવાશે. તેથી બોરીવલી અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

3. ટ્રેન નંબર 12936 સુરત – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ 14.09.2022 ના રોજ બોરીવલી ખાતે ટૂંકાવી દેવાશે. તેથી બોરીવલી અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

Mira Bhayandar mini cluster: મીરા-ભાઈંદરમાં ઓછામાં ઓછી ૫ ઈમારતોના ગ્રુપને મળશે ‘મિની ક્લસ્ટર’નો લાભ
MNS protest Mumbai: મુંબઈના ગિરગાંવની ગુજરાતી રેસ્ટોરન્ટમાં મરાઠી ભાષા પરથી MNSનો હંગામો; ૧૫ દિવસમાં કાર્યવાહીની માગણી
Devendra Fadnavis: નવા ફોજદારી કાયદાઓના અમલથી પીડિતોને ન્યાયની ગેરંટી મળશે: મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ
Mumbai Airport: આ દિવસે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આટલા કલાકો માટે રહેશે બંધ
Exit mobile version