Site icon

પોલીસ પર હાથ ઉઠાવવો ભારે પડ્યો, 11 વર્ષ બાદ કોર્ટે ફટકારી આટલા વર્ષની જેલની સજા…જાણો વિગતે.

News Continuous Bureau | Mumbai 

પોલીસ(police) પર હાથ ઉઠાવવો યુવકને ભારે પડ્યો છે. 2011 માં પોલીસને થપ્પડ મારવા અને દુર્વ્યવહાર કરવા બદલ 36 વર્ષીય ચેમ્બુર(Chemur)ના માણસને ચાર વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. જો દંડ ભરવામાં અસમર્થ રહ્યો તો તેને વધુ ત્રણ મહિના જેલ(3 month jail)માં ગાળવા પડશે.

Join Our WhatsApp Community

અનિલ ઘોલપ અને મહેશ મારીમુથ્થુ નામના બે શખ્સ સાયન પોલીસ(Sion Police) સાથે જોડાયેલા પોલીસ કોન્સ્ટેબલ(Police constable) કલ્પેશ મોકુલ સામે દુર્વ્યવહાર, થપ્પડ મારવા અને હુમલો કરવાના કેસનો સામનો કરી રહ્યા હતા. મારીમુથુનું થોડા વર્ષો પહેલા અવસાન થયું હતું. તેથી તેની સામેનો કેસ રદ કરવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો :ઓનલાઇન ફ્રોડથી કેવી રીતે બચશો? વધતા ઓનલાઈન ફ્રોડ સામે અવેરનેસ લાવવા બોરીવલી પોલીસે લીધા ક્લાસ… 

IPCની કલમ 332 અને 353 ઉપરાંત, તેઓ પર કલમ 323 (સ્વૈચ્છિક રીતે નુકસાન પહોંચાડવા માટેની સજા) અને કલમ 504 (શાંતિનો ભંગ કરવા ઉશ્કેરવાના ઈરાદાથી ઈરાદાપૂર્વક અપમાન) હેઠળ પણ આરોપ મૂકવામાં આવ્યો હતો.

આ પ્રકરણમાં 11 માર્ચ, 2011ના રોજ મોડી રાતના 2. 30 વાગ્યાની આસપાસ, પોલીસ કોન્સ્ટેબલ મોકુલે સાયનમાં એટીએમની બહાર બે વ્યક્તિઓને ઝઘડતા જોયા. મોકુલ પોલીસ યુનિફોર્મમાં નહોતો. ઘટના સ્થળે તેણે પોતાનો પરિચય એક પોલીસ તરીકે આપ્યો અને તેમને શાંત કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ ઘોલપ અને મારીમુથુએ તેને થપ્પડ મારી અને દુર્વ્યવહાર કર્યો હતો. આ સમયે, મોકુલે અન્ય કોન્સ્ટેબલ, દિનકર જાધવની મદદ લીધી અને બંને બોલાચાલી કરનારાઓને પોલીસ સ્ટેશને ખેંચી ગયા અને ફરિયાદ નોંધાવી. આ બનાવના ચાર સાક્ષીદાર હતા, તેઓએ મોકુલને મારવામા આવ્યો હોવાની અને તેની કાયમી ધોરણે ડાબા કાનમાં મારને કારણે બહેરાશ આવી હોવાનું ડોકટરે કહ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : મોંઘવારીથી ત્રસ્ત જનતાને વધુ એક માર, અદાણી બાદ હવે ગુજરાત ગેસે પણ CNG-PNGના ભાવ વધાર્યા, જાણો નવી કિંમત..

બચાવપક્ષના વકીલે મોકુલ યુનિર્ફોમમાં ન હોવાનો દાવો કર્યો હતો. ત્યારે સરકારી વકીલે કહ્યું હતું કે મોકુલ ડીટેક્શન ખાતામાં કામ કરતો હોવાથી તેની માટે પોલીસ યુનિફોર્મ પહેરવો ફરજિયાત નહોતો. સરકારી કર્મચારીને સાર્વજનિક જગ્યા પર ફરજ દરમિયાન મારવા બદલ બંને આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. વર્ષો સુધી કેસ ચાલ્યો હતો. છેવટે 11 વર્ષ બાદ કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો હતો. આ દરમિયાન મહેશ મારીમુથ્થુનું મૃત્યુ થયું હતું અને ફક્ત અનિલ ઘોલપ સામે કેસ ચાલી રહ્યો હતો. છેવટે કોર્ટે તેને ચાર વર્ષની જેલની સજા ફટકારી હતી.

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version