ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
23 માર્ચ 2021
મુંબઈ પોલીસ હવે માસ્ક ન પહેરવા વાળા ઉપર કડક કાર્યવાહી કરી રહી છે. ફેબ્રુઆરી થી માંડીને માર્ચ એટલે કે એક મહિનામાં પોલીસ વિભાગે ૧,૯૧,૨૫૩ લોકોને દંડિત કર્યા છે. આ લોકો પાસેથી પોલીસ વિભાગે 3 કરોડ 82 લાખ પચાસ હજાર છસ્સો રૂપિયા વસૂલ કર્યા છે. હવે આ પૈસા નું શું થશે? તેનો જવાબ આપતા મુંબઇ પોલીસનું કહેવું છે કે આમાંથી 50% રકમ મુંબઈ મહાનગર પાલિકાને મળશે જ્યારે કે બચેલી 50% રકમ પોલીસ વેલ્ફેર ને આપવામાં આવશે. એટલે કે જે પણ પૈસા ભેગા થઈ રહ્યા છે તેમાંથી ૫૦ ટકા પૈસા પોલીસ વિભાગ લઈ લેશે. પરંતુ આ પૈસાથી તેઓ પોલીસ વિભાગના કામ નહીં કરે પરંતુ ચેરિટી ની એક્ટિવિટી કરશે. એટલે કે પોલીસ વિભાગ માટે ચાલતી કેન્ટીનને અનુદાન આપશે. જે પોલીસ કર્મચારીઓના કોરોનાને કારણે મૃત્યુ થયા છે તેના પરિવારજનોને સહાય કરશે. તે ઉપરાંત પોલીસ કર્મચારીઓ માટે અને જેમના જિમ્નેશિયમ કાર્યરત છે તેને પણ અનુદાન આપવામાં આવશે.
આમ જેટલા મુંબઈ વાળાઓ માસ્ક નથી પહેરી રહ્યા તેઓ દંડાઈ ગયા બાદ પોલીસ વિભાગના પરિવારજનોને આડકતરી રીતે મદદ કરી રહ્યા છે.
