Site icon News Continuous Bureau | Mumbai

 મુંબઈવાસીઓ જો માસ્ક નહીં પહેરો તો પોલીસવાળા ના પરિવારોને થશે કમાણી‌ અને પોલીસવાળાને સસ્તુ ખાવાનું મળશે. કઈ રીતે? જાણો અહીં…

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

23 માર્ચ 2021 

મુંબઈ પોલીસ હવે માસ્ક ન પહેરવા વાળા ઉપર કડક કાર્યવાહી કરી રહી છે. ફેબ્રુઆરી થી માંડીને માર્ચ એટલે કે એક મહિનામાં પોલીસ વિભાગે ૧,૯૧,૨૫૩ લોકોને દંડિત કર્યા છે. આ લોકો પાસેથી પોલીસ વિભાગે 3 કરોડ 82 લાખ પચાસ હજાર છસ્સો રૂપિયા વસૂલ કર્યા છે. હવે આ પૈસા નું શું થશે? તેનો જવાબ આપતા મુંબઇ પોલીસનું કહેવું છે કે આમાંથી 50% રકમ મુંબઈ મહાનગર પાલિકાને મળશે જ્યારે કે બચેલી 50% રકમ પોલીસ વેલ્ફેર ને આપવામાં આવશે. એટલે કે જે પણ પૈસા ભેગા થઈ રહ્યા છે તેમાંથી ૫૦ ટકા પૈસા પોલીસ વિભાગ લઈ લેશે. પરંતુ આ પૈસાથી તેઓ પોલીસ વિભાગના કામ નહીં કરે પરંતુ ચેરિટી ની એક્ટિવિટી કરશે. એટલે કે પોલીસ વિભાગ માટે ચાલતી કેન્ટીનને અનુદાન આપશે. જે પોલીસ કર્મચારીઓના કોરોનાને કારણે મૃત્યુ થયા છે તેના પરિવારજનોને સહાય કરશે. તે ઉપરાંત પોલીસ કર્મચારીઓ માટે અને જેમના જિમ્નેશિયમ કાર્યરત છે તેને પણ અનુદાન આપવામાં આવશે.

માસ્ક પહેરવાના કાયદાનું એક વર્ષ. અત્યાર સુધી આટલા કરોડ વસૂલાયા અને દૈનિક હજી આટલા પકડાય છે. પરંતુ મુંબઈમાં 'હમ નહીં સુધરેંગે'

આમ જેટલા મુંબઈ વાળાઓ માસ્ક નથી પહેરી રહ્યા તેઓ દંડાઈ ગયા બાદ પોલીસ વિભાગના પરિવારજનોને આડકતરી રીતે મદદ કરી રહ્યા છે.

Malad Child Labour Rescue મલાડમાં ઈમિટેશન જ્વેલરી યુનિટમાંથી ૧૭ સગીર બાળમજૂરો મુક્ત ૧૦ બાય ૧૨ની ઓરડીમાં ૧૫૧૬ કલાક અમાનવીય મજૂરી, સંચાલક ઝડપાયો
Palghar Upsarpanch Extortion Arrest ₹૮૦ લાખની ખંડણી માંગવાના કેસમાં પાલઘરના ઉપસરપંચ સહિત બે ખંડણીખોરોની ધરપકડ ક્રાઈમ બ્રાન્ચે રમકડાંની નકલી નોટો આપી રંગેહાથ ઝડપ્યા
Kandivali Station Ticket Checking Clash પશ્ચિમ રેલવેના કાંદિવલી સ્ટેશને ટિકિટ ચેકિંગ વખતે ભારે હોબાળો મુસાફર મહિલાના કપડાં ફાટ્યા, મહિલા ટીટીઈ ઈજાગ્રસ્ત થતાં અફરાતફરી
Externment Order Violation Khar Arrest તડીપારનો આદેશ ભંગ કરી મુંબઈમાં ઘૂસેલો રીઢો ગુનેગાર ખાર સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયો પોલીસે છટકું ગોઠવી દબોચ્યો
Exit mobile version