ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 નવેમ્બર, 2021
બુધવાર
દિવાળીમાં જોખમી ફટાકડા ફોડવાની કોર્ટની મનાઈ છતાં મુંબઈમાં ખૂબ ફટાકડા ફૂટ્યા હતા. શહેરમાં ઘણી જગ્યાએથી ફટાકડાને લીધે જખમી થયેલા બાળકોના કિસ્સા પણ સામે આવ્યા હતા. એક ગંભીર ઘટનામાં હાલમાં જ મલાડના યુવકને ફટાકડાને લીધે લીવરનું ઓપરેશન કરાવવું પડ્યું હતું.
વાત એમ છે કે મલાડમાં રહેતો 20 વર્ષનો યુવક રાત્રે ઘરે પરત ફરી રહ્યો હતો. તે સમયે રસ્તા પર બાળકો ફટાકડા ફોડી રહ્યા હતા. મોટા અવાજ વાળા બોમ્બમાં બહાર ધાતુનું આવરણ હોય છે. આ ફટાકડો ફૂટે ત્યારે તેમાંથી ધાતુનો ટુકડો ઉછળીને દૂર ફેંકાઈ જાય છે. આવો જ એક ધાતુનો ટુકડો ઉછળીને યુવકની છાતીમાં પેસી ગયો. છાતીમાંથી નસ દ્વારા તે ટુકડો છેક લીવર સુધી પહોંચી ગયો હતો. ત્યારબાદ યુવકના પરિવારજનોએ તેને કૂપર હોસ્પિટલમાં દાખલ કર્યો. જ્યાં તેની છાતીમાં અટકેલું પાણી ટ્યુબ દ્વારા કાઢવામાં આવ્યું. યુવકનો આગળનો ઈલાજ કેઇએમ હોસ્પિટલમાં થયો હતો.
કાચા માલના ભાવ વધ્યા તો ઘરની કિંમતમાં પણ થશે આટલા ટકાનો વધારો, ક્રેડાઈએ કર્યો દાવો. જાણો વિગત
મળેલી માહિતી મુજબ KEM હોસ્પિટલના ગેસ્ટ્રોએન્ટેરોલોજી વિભાગના ડૉક્ટરોએ ઓપરેશન કરી યુવકના લીવર માંથી 4 સે.મીનો ધાતુનો ટુકડો કાઢ્યો. જો સર્જરી ન થઈ હોત તો પિત્તાશયમાં ગંભીર ઈજા થઈ હોત. આ ઓપરેશન બે કલાક સુધી ચાલ્યું હતું. હવે યુવકને રજા મળી ગઇ છે.