Site icon

એસી લોકલની બબાલ- સાદી લોકલ ટ્રેન રદ કરી એસી લોકલ દોડાવતા બદલાપુર માં પ્રવાસીઓની ધમાલ- જુઓ વિડીયો 

News Continuous Bureau | Mumbai

સેન્ટ્રલ રેલવે(Central railway)ના બદલાપુર સ્ટેશન (Badlapur railway station)પર સોમવારે સાંજે પ્રવાસીઓ(Commuters)એ એસી લોકલ દોડાવવા સામે ભારે વિરોધ પ્રદર્શન કર્યા હતા. સાદી લોકલ રદ કરીને તેને બદલે એસી લોકલ (AC Local Train) દોડાવતા પ્રવાસીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને સ્ટેશન મેનેજર ની કેબિન(cabine) બહાર ધમાલ કરી મૂકી હતી.

Join Our WhatsApp Community

 

મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ(CSMT) 5:22 ના  ઉપડતી બદલાપુર લોકલને એરકંડિશન્ડ કરવામાં આવી હતી. તેથી બદલાપુર લોકલ પકડતા તમામ મુસાફરો ઉશ્કેરાઈ ગયા હતા. તેઓએ ત્યારબાદ 5:33 ની ખોપોલી(Khopoli) લોકલ પકડી હતી. તે બાદ નારાજ મુસાફરોએ બદલાપુર સ્ટેશન પર ઉતરીને સ્ટેશન માસ્ટરની ઓફિસ બહાર મોટી સંખ્યામાં ભેગા થઈને સૂત્રોચ્ચાર કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો : દક્ષિણ મુંબઈનો આ મહત્વપૂર્ણ બ્રીજ વર્ષ 2024 સુધી બંધ

એર-કન્ડિશન્ડ લોકેલની સંખ્યામાં વધારો કરવા માટે, છેલ્લા કેટલાક દિવસોમાં સ્ટાન્ડર્ડ લોકેલને એર-કન્ડિશન્ડ લોકેલમાં અપગ્રેડ કરવામાં આવી રહી છે. તેથી, સામાન્ય ટ્રેનમાં પ્રવાસ કરનારાઓને હેરાનગતિ નો સામનો કરવો પડી રહ્યો છે. સામાન્ય લોકલ કોઈપણ નવી લોકલ શરૂ કર્યા વિના એરકન્ડિશન્ડ માં ફેરવાઈ ગઈ હોવાથી સામાન્ય મુસાફરો તેમાં મુસાફરી કરી શકતા નથી. તેમને અન્ય ટ્રેનની રાહ જોવી પડે છે અને ટ્રેનમાં ભીડ વધી રહી છે.

થોડા દિવસો પહેલા મુંબ્રા રેલવે સ્ટેશન પર મુસાફરોએ વિરોધ કરીને ટ્રેન રોકી હતી. જે બાદ મુસાફરોએ પણ થાણેમાં પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. અને હવે  સોમવારે બદલાપુર રેલવે સ્ટેશન પર સાંજે લગભગ 7 વાગ્યાની આસપાસ મુસાફરો સ્ટેશન મેનેજરની ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન કર્યા હતા અને મુસાફરોએ એર કંડિશનર બંધ કરવામાં આવે તેવી માંગ કરી હતી. આ પછી સ્ટેશનમાં થોડો સમય તણાવની સ્થિતિ રહી હતી.

આ સમાચાર પણ વાંચો : સરકાર સસ્તામાં સોનું વેચી રહી છે – જાણો ભારત સરકારની નવી યોજના અને સોનાના ભાવ

Dharavi fire Mumbai: ધારાવીમાં લાગી આગ: બાંદ્રા-માહિમ વચ્ચે ટ્રેન સેવાઓ ખોરવાઈ, ૫ ટ્રેનોને અસર
Mangal Prabhat Lodha threat case: મંત્રી મંગલપ્રભાત લોઢાને ધારાસભ્ય અસ્લમ શેખની ધમકી: પોલીસ કમિશનરને ફરિયાદ દાખલ
Mumbai Local Railway: મુંબઈકરો માટે અગત્યના સમાચાર; રવિવારે રેલવેના ‘આ’ માર્ગો પર રહેશે મેગાબ્લોક
Travis Scott concert: ચોરોની ‘ચાંદી’: રૅપર ટ્રેવિસ સ્કૉટના કૉન્સર્ટમાં ચોરોએ મચાવ્યો હાહાકાર, ૩૬ લોકોના અધધ આટલા લાખના કિંમતી સામાનની ચોરી.
Exit mobile version