News Continuous Bureau | Mumbai
એક તરફ જ્યાં બોક્સ ઓફીસ પર સાઉથની ફિલ્મો ધૂમ મચાવી રહી છે ત્યારે બીજી તરફ બોલીવૂડની હાલત હાલ કફોળી જેવી થઇ ગઇ છે, વિરોધના વંટોળ વચ્ચે બોલીવૂડની દરેક ત્રીજી ફિલ્મનો વિરોધ થઇ રહ્યો છે. બોલીવૂડની ફિલ્મને ટ્વીટર પર કોઇને કોઇ વાતને લઇને બાયકોટ ટ્રેંડ થવા લાગે છે. ત્યારે ગત શુક્રવારે રિલીઝ થયેલી મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની લાલ સિંહ ચઢ્ઢાને લઇને પણ કંઇક આવું જ થયુ છે.
એક્ટરે હોલીવૂડ ફિલ્મ ફોરેસ્ટ ગમ્પ ખરીદવા માટે ઘણી મહેનત કરી હતી. ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાને ઘણો સમય આપીને બનાવવામાં આવી છે. પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ રહી છે. અદ્વૈત ચંદન દ્વારા નિર્દેશિત, આ ફિલ્મે 5 દિવસમાં માત્ર 48 કરોડ રૂપિયાની કમાણી કરી શકી છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે આમિર ખાન આ ફિલ્મમાં સારૂ પ્રદર્શન ન કરી શકવાને કારણે શોકમાં છે. વધુમાં એક્ટરે ડિસ્ટ્રીબ્યુશનના પૈસા પાછા આપવાનો નિર્ણય કર્યો છે. જોકે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ સિવાય મિસ્ટર પરફેક્શનનિસ્ટે આ ફિલ્મની અસફળતાની પૂરી જવાબદારી પણ પોતે લીધી છે.
આ સમાચાર પણ વાંચો : લો બોલો- તારક મહેતાના દયાબેન માટે નવી અભિનેત્રીની નામની ફરી ઉડી અફવા- નિર્માતાએ આસિત મોદીએ કર્યો આ ખુલાસો
આ ફિલ્મ 1994માં આવેલી હૉલીવુડની ‘ફોરેસ્ટ ગમ્પ’ની હિન્દી રીમેક છે. આમિરે તેની એક્સ-વાઇફ કિરણ રાવ સાથે મળીને ફિલ્મને પ્રોડ્યુસ કરી છે.ફિલ્મમાં કરીના કપૂર, મોના સિંહ, નાગા ચૈતન્ય લીડ રોલમાં છે.