Site icon News Continuous Bureau | Mumbai

લાલ સિંહ ચઢ્ઢાનો વિકેન્ડમાં પણ ન જોવા મળ્યો જાદુ- પાંચ દિવસમાં માત્ર આટલી કરી કમાણી- ફિલ્મ ફ્લોપ જતા આમિર ખાને લીધો આ નિર્ણય

News Continuous Bureau | Mumbai

એક તરફ જ્યાં બોક્સ ઓફીસ પર સાઉથની ફિલ્મો ધૂમ મચાવી રહી છે ત્યારે બીજી તરફ બોલીવૂડની હાલત હાલ કફોળી જેવી થઇ ગઇ છે, વિરોધના વંટોળ વચ્ચે બોલીવૂડની દરેક ત્રીજી ફિલ્મનો વિરોધ થઇ રહ્યો છે. બોલીવૂડની ફિલ્મને ટ્વીટર પર કોઇને કોઇ વાતને લઇને બાયકોટ ટ્રેંડ થવા લાગે છે. ત્યારે ગત શુક્રવારે રિલીઝ થયેલી  મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની લાલ સિંહ ચઢ્ઢાને લઇને પણ કંઇક આવું જ થયુ છે. 

Join Our WhatsApp Channel

એક્ટરે હોલીવૂડ ફિલ્મ ફોરેસ્ટ ગમ્પ ખરીદવા માટે ઘણી મહેનત કરી હતી. ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાને ઘણો સમય આપીને બનાવવામાં આવી છે. પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ રહી છે.  અદ્વૈત ચંદન દ્વારા નિર્દેશિત, આ ફિલ્મે 5 દિવસમાં માત્ર 48 કરોડ રૂપિયાની કમાણી કરી શકી છે.  

મીડિયા રિપોર્ટ પ્રમાણે આમિર ખાન આ ફિલ્મમાં સારૂ પ્રદર્શન ન કરી શકવાને કારણે શોકમાં છે. વધુમાં એક્ટરે ડિસ્ટ્રીબ્યુશનના પૈસા પાછા આપવાનો નિર્ણય કર્યો છે. જોકે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ સિવાય મિસ્ટર પરફેક્શનનિસ્ટે આ ફિલ્મની અસફળતાની પૂરી જવાબદારી પણ પોતે લીધી છે.

  આ સમાચાર પણ વાંચો : લો બોલો- તારક મહેતાના દયાબેન માટે નવી અભિનેત્રીની નામની ફરી ઉડી અફવા- નિર્માતાએ આસિત મોદીએ કર્યો આ ખુલાસો

 આ ફિલ્મ  1994માં આવેલી હૉલીવુડની ‘ફોરેસ્ટ ગમ્પ’ની હિન્દી રીમેક છે. આમિરે તેની એક્સ-વાઇફ કિરણ રાવ સાથે મળીને ફિલ્મને પ્રોડ્યુસ કરી છે.ફિલ્મમાં કરીના કપૂર, મોના સિંહ, નાગા ચૈતન્ય લીડ રોલમાં છે.

South Mumbai International Fraud| મુંબઈના ઉદ્યોગપતિ સાથે 2.55 કરોડની આંતરરાષ્ટ્રીય છેતરપિંડી અમેરિકન કંપનીના નામે કીમતી કેમિકલનો જથ્થો હડપ કર્યો
Mumbai Student Fraud Abroad Education| વિદેશમાં ભણવા જવાનું સપનું રોળાયું મુંબઈમાં વિદ્યાર્થીઓ સાથે લાખોની છેતરપિંડી કરનાર ટોળકીની સભ્ય ઝડપાઈ
Mumbai Airport Drug Seizure DRI| મુંબઈ એરપોર્ટ પર DRIની મોટી કાર્યવાહી 7 કરોડના કોકેઈન સાથે દક્ષિણ આફ્રિકન નાગરિક અને મુંબઈનો શખ્સ ઝડપાયા
Mumbai JVLR Hit and Run| મુંબઈના JVLR રોડ પર બેફામ કારે ત્રણ પદયાત્રીઓને કચડ્યા પવઈ પોલીસે હિટ એન્ડ રનનો ગુનો નોંધી આરોપીની કરી ધરપકડ
Exit mobile version