Site icon News Continuous Bureau | Mumbai

મલાડ બાદ મુંબઈ મહાનગરપાલિકા હવે કરશે આ મોટા વોર્ડનું વિભાજન, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,6 જાન્યુઆરી 2022  

Join Our WhatsApp Channel

 ગુરુવાર. 

મુંબઈમાં મલાડ બાદ હવે કુર્લા- એલ વોર્ડનું વિભાજન કરવામાં આવવાનું છે. કુર્લા-એલ વોર્ડમાં કુલ 16 નગરસેવકનો સમાવેશ થાય છે. એલ વોર્ડના બે વોર્ડમાં ટુકડા કરીને એલ-સાઉથ અને એલ-નોર્થ એમ બે વોર્ડ બનાવવામાં આવશે.

એલ-સાઉથની ઓફિસ હાલ જયાં એલ વોર્ડની ઓફિસ છે ત્યાં જ રહેશે. જયારે એલ-નોર્થની ઓફિસ ચાંદીવલીમાં બિલ્ડિંગ પ્રપોઝલની ઓફિસમાં બનાવાશે.

એલ વોર્ડની કુલ જનસંખ્યા 8,99,042 છે. તેની સામે પાલિકાના એલ-વોર્ડની યંત્રણા અપૂરતી સાબિત થઈ રહી છે. તેથી પ્રશાસકીય સહિત અન્ય કામ ઝડપથી થઈ શકે તે માટે એલ-વોર્ડનું વિભાજન કરવામાં આવવાનું છે.

હાલ એલ-વોર્ડમાં 156થી 171 એમ કુલ 16 વોર્ડ છે. 16 વોર્ડને એલ-નોર્થ અને એલ-સાઉથમાં વહેંચી નાખવામાં આવશે.

મુંબઈગરાઓ સાવચેત રહેજો, માત્ર 15 દિવસમાં કોરોના દર્દીઓની દૈનિક સંખ્યા 300 થી વધીને 15 હજાર થઈ; જાણો છેલ્લા 2 સપ્તાહના ડરામણા આંકડા 

એલ-વોર્ડના વિભાજન બાદ કે-પૂર્વ વોર્ડનું પણ વિભાજન કરવાની પાલિકાની યોજના છે. કે-પૂર્વનું ઉત્તર અને દક્ષિણ વોર્ડમાં વિભાજન કરવામાં 
આવશે. આ વોર્ડમાં વિલેપાર્લે(પૂર્વ), અંધેરી(પૂર્વ) અને જોગેશ્ર્વરી(પૂર્વ)નો વિસ્તાર આવે છે. આ વોર્ડની સંખ્યા 8,23,885 છે.

Mumbai Weather Update મુંબઈ અને ઉપનગરોમાં ભારે વરસાદની આગાહી 5060 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા, ઓરેન્જ એલર્ટ જાહેર
BMC Water Advisory Mumbai મુંબઈમાં ભારે વરસાદ બાદ પીવાના પાણીમાં કચરો અને કાદવ, BMC એ નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી
Cyber Fraud Free Movie Scam સોશિયલ મીડિયા પર ‘ફ્રી મૂવી ડાઉનલોડ’ લિંક પર ક્લિક કરવું ભારે પડ્યું વિક્રોલીના રહીશે ગુમાવ્યા ₹૩.૬૬ લાખ
Gold Trader Fraud સોનાના વેપારી સાથે ₹૧.૬ કરોડની છેતરપિંડી એન્ટિક બંગડીઓ બનાવવા આપેલું સોનું લઈને કારીગર ફરાર, ભાયખલા પોલીસે નોંધ્યો ગુનો
Exit mobile version