ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 9 એપ્રિલ 2021
શુક્રવાર
એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માની સતત બીજા દિવસે પૂછપરછ કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે પ્રદીપ શર્મા ગુરુ અને સચિન વાઝે તેનો ચેલો છે.
જે જાણકારી બહાર આવી રહી છે તે મુજબ સચિનને સીમકાર્ડ પ્રદીપ શર્મા તરફથી મળ્યા હતા. આ સિવાય બીજી માહિતી એવી બહાર આવી છે કે જ્યારે એન્ટિલિયા નીચે ગાડી મૂકવામાં આવી ત્યારે પ્રદીપ શર્મા તે વિસ્તારમાં આસપાસમાં ક્યાંક હતો.
ઉલ્લેખનીય છે કે પ્રદીપ શર્માને શિવસેનાનો નજીકનો માણસ ગણવામાં આવે છે.
આ પણ જુઓ : પ્રદીપ શર્માને નેતાગીરીના પણ અભરખા છે. મહારાષ્ટ્રમાં ચૂંટણી સમયે તેના બેનર અને બોર્ડીંગ અંધેરી વિસ્તારમાં સતત લાગતા રહે છે. આ ઉપરાંત એવી અટકળો પણ વહેતી થઈ હતી કે તે શિવસેનાની ટિકિટ પર ચૂંટણી લડશે.
