Site icon

ગણેશ દર્શન સાથે નજર પાલિકા ચૂંટણી પર- કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ મુંબઈની મુલાકાતે- આ પ્લાન મૂકશે અમલમાં

 News Continuous Bureau | Mumbai

કેન્દ્રીય ગૃહપ્રધાન(Union Home Minister) અને ભાજપના નેતા (BJP leader) અમિત શાહ(Amit Shah) પાંચ  સપ્ટેમ્બરે મુંબઈની મુલાકાત લેવાના છે. આ મુલાકાત દરમિયાન લાલબાગચા રાજા(Lalbaghcha Raja) અને સિદ્ધિવિનાયક મંદિરના(Siddhivinayak Temple) દર્શન કરવાના છે. ગણપતિબાપ્પાના દર્શનની(Ganapati bappa's darshan) સાથે જ અમિત શાહ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી(BMC Election) માટે વ્યૂહરચના ઘડવાને છે. મુંબઈની મુલાકાત દરમિયાન તેઓ “મિશન મુંબઈ”(Mission Mumbai) પ્લાન અમલમાં મુકવાના છે.

Join Our WhatsApp Community

અમિત શાહની મુંબઈમાં હાજરી દરમિયાન માં BJP મિશન મુંબઈનું ઉદ્ઘાટન કરવાની છે. અમિત શાહ પોતાની મુંબઈ મુલાકાત દરમિયાન ભાજપના ટોચના પદાધિકારીઓ(Top office bearers of BJP) સાથે બેઠક કરવાના છે. સાથે જ અમિત શાહ મુખ્યપ્રધાન એકનાથ શિંદે(CM Eknath shinde), નાયબ મુખ્યપ્રધાન(Deputy CM) દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis), બીજેપી મુંબઈ અધ્યક્ષ આશિષ શેલારની(Ashish Shelar) મુલાકાત લેવાના છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં મનસે કાર્યકરોની ગુંડાગીરી- દુકાન સામે થાંભલો ન લગાવવા દેતા મહિલાને ધક્કા મારીને નીચે પાડી- જુઓ વિડીયો

આગામી મુંબઈ મહાનગરપાલિકા માટે અમિત શાહના નેતૃત્વમાં ભાજપ મહત્વની બેઠક કરવાની છે. મુંબઈ મહાનગરપાલિકામાં પચીસ વર્ષથી ભાજપ શિવસેનાની સાથે સત્તા પર હતી. હવે  આ વર્ષે ભાજપ આ સત્તા પોતાના બળે મેળવવા માગે છે. તેથી અમિત શાહની મુંબઈ મુલાકાત પ્રસંગે મિશન મુંબઈ મહાનગરપાલિકા શરૂ કરવામાં આવશે.

અહીં ઉલ્લેખનીય છે કે અમિત શાહ જ્યારથી રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે ત્યારથી તેઓ દર વર્ષે લાલબાગની મુલાકાતે છે. શાહ 2017માં ભાજપના અધ્યક્ષ બન્યા હતા. છેલ્લા બે વર્ષમાં અમિત શાહ કોવિડના કારણે લાલબાગના રાજાના દર્શન કરી શક્યા ન હતા. જોકે આ વર્ષે ગણેશોત્સવ પર કોઈ પ્રતિબંધ ન હોવાથી અમિત શાહ લાલબાગના રાજાના દર્શન કરવા આવશે.
 

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version