News Continuous Bureau | Mumbai
શિવસેના(Shivsena) ઠાકરે(Uddhav Thackeray)ની ઉમેદવાર ઋતુજા લટકે(Rutuja Latke) ને બોમ્બે હાઈકોર્ટે(Bombay Highcourt) રાહત આપી છે. બોમ્બે હાઈકોર્ટે શુક્રવારે સવારે 11 વાગ્યા સુધીમાં ઋતુજા લટકેનું રાજીનામું સ્વીકારવાનો આદેશ આપ્યો છે. મહત્વનું છે કે ઋતુજા લટકેનું રાજીનામું મહાનગરપાલિકાએ મંજૂર કર્યું ન હતું. તેની સામે શિવસેના ઠાકરે જૂથે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. કોર્ટના આ નિર્ણયથી ઠાકરે જૂથની ઋતુજા લટકેની ઉમેદવારીનો માર્ગ મોકળો થયો છે.
શિવસેના ઠાકરે જૂથ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આજે હાઈકોર્ટમાં તાકીદે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સમયે, દલીલ કરતી વખતે, ઋતુજા લટકેના વકીલે કહ્યું હતું કે ઋતુજા લટકેએ 2 સપ્ટેમ્બરે રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ 29 સપ્ટેમ્બરે રાજીનામું નામંજૂર કરવામાં આવ્યું હતું. 3 ઓક્ટોબરે પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. અમે નિયમો અનુસાર મુંબઈ મહાનગરપાલિકા(BMC)ને અમારું રાજીનામું સુપરત કર્યું છે.
આ સમાચાર પણ વાંચો: દિવાળીની ઉજવણી પડશે ફિક્કી- મુંબઈ શહેરમાં આ તારીખથી ધારા 144 લાગુ-પાંચથી વધુ લોકો ભેગા થયા તો પોલીસ લેશે એક્શન
દરમિયાન કોર્ટે પાલિકાને પૂછ્યું કે જો ઋતુજા લટકે મ્યુનિસિપલ કોર્પોરેશનની સેવામાં હોય અને કોઈ કર્મચારી રાજીનામું આપીને ચૂંટણી લડે તો શું સમસ્યા છે. તેમજ વિગતવાર જવાબ આપવા સૂચના આપી હતી. કોર્ટે ઋતુજા લટકેની તરફેણમાં ચુકાદો આપતા કહ્યું કે જે પરિસ્થિતિ સર્જાઈ છે તેના કારણે અમારે દરમિયાનગીરી કરવી પડશે. કોર્ટે એવો પણ આદેશ આપ્યો છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન સવારે 11 વાગ્યા સુધીમાં ઋતુજા લટકેનું રાજીનામું સ્વીકારી લે. કોર્ટના આ નિર્ણય બાદ ઋતુજા લટકેની ઉમેદવારીનો રસ્તો સાફ થઈ ગયો છે.
