News Continuous Bureau | Mumbai
મુંબઈ શહેર(Mumbai city)નો જુહુ બીચ(Juhu Beache) આંતરરાષ્ટ્રીય સ્તરે વખણાયેલો બીચ છે. આ સિવાય અક્સા બીચ, વિલેપારલા ની ચોપાટી, ગિરગામ ચોપાટી એવા અનેક સ્થળો ફરવા લાયક સ્થળો છે. ખાસ કરીને ચોમાસામાં લોકો અહીં આવે છે અને વરસાદનો આનંદ માણતા હોય છે. જોકે હવે આવું નહીં થઈ શકે. મુંબઈ મહાનગરપાલિકા(BMC)એ મુંબઈ શહેરના તમામ બીચ પર લોકોની એન્ટ્રી(Entry) પર પ્રતિબંધ મૂકી દીધો છે.
વેધશાળા વિભાગે જે દિવસે ઓરેન્જ અથવા રેડ એલર્ટ જાહેર કર્યું હોય તે દિવસે રોજ સવારે છ વાગ્યાથી દસ વાગ્યા સુધી બીચ પર એન્ટ્રી મળશે. ત્યારબાદ તમામ સમયે લોકો માટે બીચ બંધ રહેશે. શહેર પોલીસ, લાઈફગાર્ડસ ઉપરાંત ફાયર બ્રિગેડના જવાનો પણ નાગરિકોને બીચ પર જતા અટકાવશે. આ પ્રતિબંધનો તત્કાળ અસરથી અમલ શરુ કરવા જણાવાયું છે. તમામ બીચ પર આ અંગેની સૂચનાઓ પર મુકવામાં આવશે .
