Site icon

વાહ! બસ સ્ટોપ પર બસ કયારે આવશે તેનો હવે સમય જાણી શકાશેઃ બેસ્ટની ‘ચલો ઍપ’ લોન્ચ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 21 ડિસેમ્બર 2021 

Join Our WhatsApp Community

મંગળવાર.

મુંબઈમાં મોટાભાગે બેસ્ટની બસો મોડી જ દોડતી હોય છે. તેથી કંટાળીને લોકોને બસને બદલે રિક્ષા ટેક્સી પકડી લેતા હોય છે. જોકે હવે બેસ્ટ ઉપક્રમે આજે પોતાની “ચલો ઍપ” લોન્ચ કરી છે. આ ઍપના માધ્યમથી બેસ્ટની બસ સ્ટોપ કેટલા વાગે આવશે તે જાણી શકાશે. એ સિવાય ઍપની મદદથી ઓછા દરે પ્રવાસીઓ ટિકિટ પણ કાઢી શકશે.

આજે રાજ્યના પર્યાવરણ પ્રધાન ઉદ્ધવ ઠાકરેના હસ્તે આ ઍપને લોન્ચ કરવામા આવી હતી. આ મોબાઈલ ઍપથી પ્રવાસીઓ ટિકિટ પણ કાઢી શકશે. ગુગલ પ્લે સ્ટોર પરથી આ ઍપ લોન્ચ કરી  શકાશે. 

ઍપને કારણે  બેસ્ટની બસ સ્ટોપ પર કયારે આવશે તેની માહીતી તો મળશે જ પણ સાથે જ બસનું લોકેશન પણ જાણી શકાશે. એટલે કે બસ કયાં પહોંચી છે તે પણ ઍપથી જાણી શકાશે

થર્ટી ફર્સ્ટની પાર્ટી કરવી છે? 200થી વધુ મહેમાનોને બોલાવા છો ?તો પછી તમારે આ બાબતનું ધ્યાન રાખવું પડશેઃ BMC કમિશનરનું આવ્યું નવું ફરમાન જાણો વિગત

આ ઍપની સાથે જ ટિકિટ અને પાસ માટે સ્માર્ટ કાર્ડનું નેશનલ કોમન મોબિલિટી કાર્ડને પણ લોન્ચ કરવામાં આવશે. મોબિલિટી કાર્ડને  કારણે ભવિષ્યમાં મેટ્રો તેમ જ અન્ય ટ્રાન્સપોર્ટ સેવામાં પણ આ કાર્ડ વાપરી શકાશે.

Karishma Sharma: રાગિની એમએમએસ રિટર્ન્સ’ ફેમ એક્ટ્રેસ કરિશ્મા શર્માએ ચાલુ ટ્રેનમાંથી કૂદી, માથામાં થઈ ઇજા
Girgaum Robbery: મુંબઈમાં આંગડિયા કર્મચારી અને ડ્રાઈવરને બંધક બનાવી ગિરગામમાં 2.70 કરોડની લૂંટ
Lalbaugcha Raja: ભક્તોએ આસ્થા સાથે હરાજીમાં રેકોર્ડ ખરીદી કરી અને બિજી તરફ મોબાઈલ ચોરો પકડાયા
BMC: મંત્રાલય નજીક પાણીની પાઇપલાઇનમાં મોટું લીકેજ, રસ્તાઓ બંધ, બસ સેવાઓ પ્રભાવિત
Exit mobile version