Site icon News Continuous Bureau | Mumbai

અરે વાહ- શું વાત છે- ગણેશોત્સવ દરમિયાન ભક્તો માટે બેસ્ટ દોડાવશે આ ખાસ બસ- જાણો બસની ખાસિયત

 News Continuous Bureau | Mumbai`

બુધવાર, 31મી ઓગસ્ટથી ગણેશોત્સવનો(Ganeshotsav) પ્રારંભ થવા જઈ રહ્યો છે. ગણેશ ભક્તોની સુવિધા(facility for Ganesh devotees) માટે, બેસ્ટ(BEST) દ્વારા મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયા(Gateway of India) અને ગિરગાંવ ચોપાટી(Girgaon Chopati) વચ્ચે “નિલાંબરી”(Nilambari) બસ સેવા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઓપન ડેકવાળી આ બસ ડબલ ડેકર(Double decker) હશે. આ બસ દ્વારા મુંબઈના ઐતિહાસિક અને પ્રવાસન સ્થળોની(historical and touristic places) મજા માણી શકાશે.

Join Our WhatsApp Channel

બેસ્ટ ઉપક્રમ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ગણેશોત્સવ દરમિયાન બ્લુ કલરની “નિલાંબરી” બસ સેવા ગણેશ ભક્તો માટે ઉપલબ્ધ હશે. આ બસો રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી દોડશે. દર એક કલાકે આ બસ ભક્તો માટે દોડાવવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો:  સેન્ટ્રલ રેલવેમાં એક બે કલાકનો નહીં પણ 25 કલાકનો મેગા બ્લોક-આ છે કારણ 

બેસ્ટના જણાવ્યા મુજબ આ સેવા કોલાબામાં આવેલા નેશનલ મ્યુઝિયમથી(National Museum) શરૂ થશે અને ગેટવે ઓફ ઇન્ડિયા, નરીમન પોઇન્ટ(Nariman Point), મરીન ડ્રાઈવ(Marine Drive,), ચર્ચગેટ(Churchgate), ગિરગાંવ ચોપાટી, ગિરગાંવ ચર્ચ, પ્રાર્થના સમાજ, તાડદેવ, મુંબઈ સેન્ટ્રલ(Mumbai Central), ભાયખલા, જીજામાતા ઉદ્યાન અને લાલબાગ થઈને મ્યુઝિયમમાં પરત આવશે.  આ બસનું ભાડું અપર ડેક માટે 150 રૂપિયા અને નીચેના ડેકમાં બેસવા માટે 75 રૂપિયા હશે.


 

Kurla Ganesh Murti Collapse આગમન સોહળામાં મોટી દુર્ઘટના! કુર્લામાં 15 ફૂટ ઊંચી બાપ્પાની મૂર્તિ અચાનક ઢળી પડી; ભક્તોમાં નાસભાગ મચી, 2 ઘાયલ
Mumbai Coastline Climate Risk Assessment મુંબઈ ડૂબવાની અણી પર? અરબી સમુદ્રની સપાટી વધતાં BMC એક્શનમાં, 149 કિમી કોસ્ટલ બેલ્ટનું શરૂ કરાશે સેફ્ટી ઓડિટ
ISKCON Govindas FDA Action કિચનમાં ભારે ગંદકી અને નિયમોનો ભંગ જુહૂ ઇસ્કોન સ્થિત ગોવિંદાસના 3 આઉટલેટ્સનું લાયસન્સ સસ્પેન્ડ, ફૂડ સેમ્પલ્સ તપાસ હેઠળ
Lalbaugcha Raja 2026 First Look લાલબાગચા રાજા ૨૦૨૬ ફર્સ્ટ લૂક આ તારીખે થશે જાહેર ભક્તોમાં અનોખો ઉત્સાહ, જાણો આ વખતે શું હશે ખાસ
Exit mobile version