Site icon News Continuous Bureau | Mumbai

બહુ જલદી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાશે? વોર્ડની પુનઃરચના નો ડ્રાફ્ટ ચૂંટણી કમિશનને રજૂ કર્યો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,21 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Channel

શુક્રવાર.

મહારાષ્ટ્રમાં આગામી સમય મુંબઈ મહાનગરપાલિકા સહિત અનેક પાલિકાની ચૂંટણીઓ યોજવાની છે. જેમાં મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીની તૈયારીઓના સંદર્ભમાં આજે નવા વોર્ડની રચનાનો ડ્રાફ્ટ રાજ્યના ચૂંટણી પંચને રજૂ કરવામાં આવ્યો છે. એ સાથે જ વધારાના 9 વોર્ડની યાદી પણ તેમાં રજૂ કરવામાં આવી હતી. મુંબઈમાં વોર્ડની સંખ્યા 236  થવાની સાથે ચૂંટણીમાં બેઠકોના સમીકરણ પણ બદલાય તેવી શક્યતા છે.

મુંબઈ મહાનગરપાલિકાની વોર્ડ પુનઃરચના નો પ્લાન ચૂંટણી પંચને સુપરત કરવામાં આવ્યો છે. વોર્ડની પુનઃ રચના કરવાનો નિર્ણય શહેરની 2011ની લોકસંખ્યાને બદલે છેલ્લા 11 વર્ષોમાં નવી ઇમારતો, કોલોની અને વધારાની નવી બાંધકામ સાઇટ્સની વસ્તી ગીચતા પર આધાર પર લેવાયો છે. 

વિકાસના નામે મુંબઈમાં આટલા ઝાડોનો બોલાશે ખુરદો, BMCની ટ્રી ઓથોરિટીએ આપી ઝાડ કાપવાની મંજૂરી; જાણો વિગત

 સૂત્રોના જણાવ્યા મુજબ મુંબઈ શહેર, પશ્ચિમ ઉપનગરો અને પૂર્વ ઉપનગરોમાં ત્રણ-ત્રણ  વોર્ડ ઉમેરવામાં આવ્યા છે. તે મુજબ  લોઅર પરેલ, વરલી જેવા શહેરી વિસ્તારોમાં નવા બાંધકામો અને નવી ઇમારતો સાથે નવા વોર્ડ બનાવવામાં આવે તેવી શક્યતા છે. તો પૂર્વ ઉપનગરોમાં માનખુર્દ, સંઘર્ષનગર, માહુલ અને પશ્ચિમ ઉપનગરોમાં BMC ચૂંટણી 2022માં નવા વોર્ડ સ્થાપવામાં આવે તેવી શક્યતા છે.

કોરોના મહામારીને કારણે રાજ્યમાં અનેક મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ મોકૂફ રાખવામાં આવી છે. જો કે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી સમયસર યોજાય તેવા સંકેત દેખાઈ રહ્યા છે. મુંબઈ મહાનગરપાલિકાની મુદત ફેબ્રુઆરી 2022 માં સમાપ્ત થાય છે. પરંતુ હાલની કોરોનાની સ્થિતિ અને ત્રીજા લહેરને પગલે ચૂંટણી મોકૂફ રહે તેવી શક્યતા છે. 

Mumbai Local Megablock મુંબઈકર માટે રાહતના સમાચાર રવિવારે મુંબઈ લોકલમાં કોઈ મેગાબ્લોક નહીં, ટ્રેનો સમયસર દોડશે
Mumbai Metro Line 3 Connectivity મેટ્રો 3 માં મુસાફરી દરમિયાન હવે ઇન્ટરનેટ કપાશે નહીં, એક્વા લાઇન પર વોડાફોન આઈડિયા (Vi) ની સીમલેસ નેટવર્કની સુવિધા શરૂ
ThaneAiroli Connectivity થાણે ઐરોલીનું નવું કનેક્ટિવિટી મોડલ ખાડીપુલથી મુસાફરીનો સમય ઘટશે, ઈંધણની પણ થશે બચત
Public Transport Day Impacted BKC માં ‘જાહેર પરિવહન દિવસ’ પર બેસ્ટના સંપનું ગ્રહણ મુસાફરોની ભારે હાલાકી
Exit mobile version