કોવિડની સેલ્ફ ટેસ્ટ કીટ પર શું પ્રતિબંધ આવશે? શું કહેવું છે. મુંબઈ મનપાનું, જાણો અહીં વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,12 જાન્યુઆરી 2022 

Join Our WhatsApp Community

 બુધવાર. 

મુંબઈમાં છેલ્લા થોડા દિવસથી ઘર-ઘરમાં કોરોનાની ટેસ્ટિંગ કરવાનું પ્રમાણ વધી ગયું છે. આ સેલ્ફ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા બાદ પણ અમુક દર્દીઓ પાલિકાને જાણ નહીં કરતા ચેપ ફેલાવાનું જોખમ વધી ગયું છે.  તેથી હવેથી કોરોનાની ટેસ્ટની સેલ્ફ કિટ વેચનારા કેમિસ્ટ, મેડિકલ સ્ટોરવાળાને સેલ્ફ ટેસ્ટ કિટનું રેકોર્ડ રાખવાનું ફરજિયાત કરવામાં આવવાનું છે. આગામી બે દિવસમાં તેને લગતી ગાઈડલાઈન બહાર પાડવામાં આવે એવી શક્યતા છે.
મુંબઈમાં દરરોજ પાલિકા અને ખાનગી લેબોરેટરીમાં 50થી 60 હજાર કોવિડ ટેસ્ટિંગ થઈ રહ્યા છે. તેની સામે સેલ્ફ કિટ લાવીને ઘરે કોરોનાની ચેકીંગ કરવાનું પ્રમાણ પણ વધી ગયું છે. આ ટેસ્ટનો અહેવાલ પાલિકા પ્રશાસન સુધી પહોંચાડવા માટે કિટ પરના સ્કેનરના માધ્યમથી નોંધ કરવું આવશ્યક છે. પરંતુ તેના તેના તરફ દુર્લક્ષ કરવામાં આવી રહ્યું છે.

શું મુંબઈમાં ત્રીજી લહેર નિયંત્રણમાં આવી રહી છે? BMC કમિશનર ઈકબાલસિંહ ચહલે કહી દીધી આ મોટી વાત; જાણો વિગત

કોરોના થયા બાદ આવશ્યક તકેદારી નહીં લીધી તો ચેપ ફેલાવાનું જોખમ વધી શકે છે. તેથી  પાલિકાએ હવે કેમિસ્ટ, મેડિકલ સ્ટોરના માધ્યમથી તેના પર નિયંત્રણ રાખવાની છે. સેલ્ફ ટેસ્ટ કિટ વેચ્યા બાદ સંબંધિતનો ફોન નંબર, એડ્રેસની  કરીને અમુક સમયમાં અહેવાલની માહિતી રાખવી ફરજિયાત કરવાનો પાલિકાનો વિચાર છે. એકાદ-બે દિવસમાં તેને લગતી ગાઈડલાઈન બહાર પાડવામાં આવવાની છે. 

Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
Mumbai Pollution: પ્રદૂષણ પર BMCનો એક્શન પ્લાન: મુંબઈમાં હવા પ્રદૂષણ મામલે 36 સ્થળોની તપાસ, કોર્ટમાં રજૂ થયો વિગતવાર રિપોર્ટ
BMC Elections: મુંબઈના ભવિષ્યનો ફેંસલો! BMC ચૂંટણીની તારીખો જાહેર, જાણો ક્યારે થશે મતદાન અને મતગણતરી
Maharashtra Weather:મહારાષ્ટ્રમાં ભારે શીત લહેર! પારો ૫C નીચે ગગડ્યો
Exit mobile version