News Continuous Bureau | Mumbai
આ વર્ષે ચોમાસામાં(monsoon) સારો વરસાદ(rain) થયો હોવાથી મુંબઈને પાણી પૂરું પાડતા તમામ ડેમ છલકાઈ ગયા છે તેમ છતાં મુંબઈ મહાનગરપાલિકા(BMC) દ્વારા 1લી નવેમ્બરથી 10મી નવેમ્બર સુધી 10 ટકા પાણી કાપની(Water cut) જાહેરાત કરવામાં આવી છે. સાથે જ મુંબઈગરાને પાણી સાચવીને વાપરવાની સલાહ આપી છે.
મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને(Mumbai Municipal Corporation) પાણી સપ્લાય(Water supply) કરતી પીસ ખાતે ન્યુમેટિક ગેટ સિસ્ટમમાં(pneumatic gate system) એર બ્લેડરને(Air bladder) બદલવાનું કામ મંગળવાર 1લી નવેમ્બર 2022ના રોજ હાથ ધરવામાં આવશે, આ કામ ગુરુવાર 10મી નવેમ્બર 2022 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. તેથી, આ સમયગાળા દરમિયાન મુંબઈની સાથે મુંબઈ મહાનગરપાલિકા થાણે(Thane) અને ભિવંડી મ્યુનિસિપલ કોર્પોરેશન(Bhiwandi Municipal Corporation) દ્વારા પુરા પાડવામાં આવતા પાણી પુરવઠાને અસર થશે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈગરાઓ તૈયાર રહેજો- હવે પીવાનું પાણી પણ થશે મોંઘુ- પાલિકાએ પાણી વેરામાં કર્યો આટલા ટકાનો વધારો
