ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 નવેમ્બર, 2021
ગુરુવાર
ઉત્તર મુંબઈ એટલે કે બોરીવલી, કાંદિવલી અને દહીસર ખાતે આવેલા સ્કાયવોક ને રીપેર કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. માત્ર ત્રણ સ્કાયવોક ખર્ચ કરવા માટે ૨૧ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ સાથે જ ખર્ચ માટે વધુ ત્રણ કરોડ રૂપિયા ફાળવવાનો મહાનગરપાલિકાએ નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ skywalk જ્યારે ખરાબ પરિસ્થિતિમાં હતા ત્યારે મુંબઈ મહાનગરપાલિકાએ તેને રિપેર કરવાની કોઇ જ તસ્દી લીધી નહીં અને તેને બરાબર રીતે ખરાબ થવા દીધા. હવે જ્યારે હાલત ખરાબ થઇ ગઇ છે ત્યારે મનફાવે તેટલા પૈસા ખર્ચીને રિપેરીંગ કામ હાથ ધરવામાં આવી રહ્યું છે.
મુંબઈના નગરસેવકોની સંખ્યામાં આટલો વધારો; ડિસેમ્બર સુધી વૉર્ડ અનામત મોકૂફ; જાણો વિગત
ઉલ્લેખનીય છે કે આ સ્કાયવોક અનૈતિક કામ કરવાનો અડ્ડો બની ગયું છે. અહીં મોટી સંખ્યામાં લેલા મજનુઓ બેસે છે તેમજ ભિખારી અને ફેરિયાઓ એ પણ અડ્ડો જમાવ્યો છે. આ તમામ લોકો સામે કોઈ પગલાં લેવામાં આવતા નથી તેમ જ અહીં કોઈ સિક્યોરિટી ગાર્ડ પણ હોતો નથી.
આમ મુંબઈવાસી ઓના ટેક્સના પૈસા વેડફવા માં મુંબઈ મહાનગરપાલિકા અવ્વલ છે.