Site icon

મુંબઈની તમામ સ્કૂલના નામના બોર્ડને લઈને BMC એ લીધો આ નિર્ણય, તમામ શાળાઓ માટે તેનું અમલીકરણ રહેશે ફરજિયાત.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

મુંબઈમાં દુકાનોના નામના બોર્ડ મરાઠી ભાષામાં લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યા બાદ હવે મુંબઈ મહાનગરપાલિકાના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટએ મુંબઈની તમામ સ્કૂલોની નેમપ્લેટ મરાઠી ભાષામાં લગાવવાની સૂચના આપી છે.

Join Our WhatsApp Community

મુંબઈ મહાનગરપાલિકા  માન્યતા પ્રાપ્ત ખાનગી પ્રાથમિક અનુદાનિત અને બિન-સહાયિત શાળાઓએ લોકોને દેખાય તે રીતે સ્કૂલના નામની નેમપ્લેટ મરાઠીમાં લગાવવાની સૂચના આપવામાં આવી છે. તેમ જ સ્કૂલ જો મુંબઈ મહાનગરપાલિકા માન્યતા પ્રાપ્ત હશે તેમને મરાઠી ભાષામાં 'બૃહન્મુંબઈ મહાનગરપાલિકા માન્યતા પ્રાપ્ત શાળા' નામની નેમપ્લેટ મૂકવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. મુંબઈ મહાનગરપાલિકા માન્યતા પ્રાપ્ત તમામ ભાષાની શાળાના સેક્રેટરી તેમ જ પ્રિન્સીપાલને આ સૂચના આપવામાં આવી છે. 

આ સમાચાર પણ વાંચો : મેટ્રોના મુસાફરો માટે ફૂટપાથ પહોળા કરવામાં આવ્યા, હવે ત્યાં ફેરિયાઓ અડ્ડો જમાવે છે, જુઓ વિડિઓ જાણો વિગતે.

પાલિકાના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા અગાઉ મરાઠીમાં શાળાઓની નેમપ્લેટ લગાડવા અંગે જારી કરાયેલા પરિપત્રમાં દેખાય તે મુજબ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માન્ય શાળા મંજૂરી નંબર સાથે યોગ્ય કદની તકતી લગાડવાનું સૂચન કરવામાં આવ્યું હતું.

આ સંદર્ભમાં સરકારના નિર્ણય મુજબ મરાઠી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે સમયાંતરે સૂચનાઓ આપવામાં આવી છે. સૂચનાઓ અનુસાર, શાળાઓમાં બિલબોર્ડ મરાઠી દેવનાગરી લિપિમાં હોવા જોઈએ. આથી શાળાના મેનેજમેન્ટ અને મુખ્ય શિક્ષકે આ અંગે પગલાં લેવા જોઈએ, એમ પણ પરિપત્રમાં જણાવ્યું હતું.

Rat Snake Rescue: મુંબઈ એરપોર્ટ નજીક સાપનું ‘એરક્રાફ્ટ’ મોડમાં રેસ્ક્યુ: એર ઈન્ડિયા ગેટ પાસે ૭ ફૂટ લાંબો સાપ દેખાતા નાસભાગ; એનિમલ વેલફેર ટ્રસ્ટે કર્યું સફળ ઓપરેશન.
Mumbai ACB Arrests Senior Inspector and PSI : કુરાર પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઈ અને પીએસઆઈ ₹૧ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા; કેબિનમાંથી ₹૬.૩૪ લાખ રોકડા મળ્યા.
Brutal attack on 15-year-old schoolgirl : માહિમમાં સગીરાઓ વચ્ચેના ઝઘડામાં લોહી વહ્યું: ૧૫ વર્ષની વિદ્યાર્થિની પર ચપ્પુના ૪-૫ ઘા ઝીંકી દેવાયા; શાળા પાસે જ સર્જાઈ ભયાનક ઘટના.
Retired mumbai police API cheated : નિવૃત્ત પોલીસ અધિકારી પણ ઠગાઈથી ન બચી શક્યા: ઘાટકોપરમાં ફ્લેટ અપાવવાના નામે ₹૩૦ લાખનો ચુનો; ભિવંડીની શાળા બતાવી જીત્યો હતો વિશ્વાસ..
Exit mobile version