ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,31 ડિસેમ્બર 2021
શુક્રવાર.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનું 'કોસ્ટલ રોડ'નું સપનું ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે.
મુંબઈ મહાનગર પાલિકા ના શોપીસ પ્રોજેક્ટ મુંબઈ કોસ્ટલ રોડનું પહેલા તબક્કાનું 50 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે.
પ્રથમ ટનલનો 2 કિમીનો તબક્કો પૂર્ણ થઈ ગયો છે. બાકીની 70 મીટર લાંબી ટનલ આગામી 8 થી 10 દિવસમાં પૂર્ણ થવાની આશા છે.
NMCએ 2021 સુધીમાં 50 ટકાથી 55 ટકા, 2022 સુધીમાં 85 ટકા અને જુલાઈ 2023 સુધીમાં 100 ટકા કામ પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખ્યું હતું.
આ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ પર કુલ રૂ. 12,721 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
'કોસ્ટલ રોડ'નું કામ ઉદ્ધવ ઠાકરે દ્વારા 16મી ડિસેમ્બર 2018ના રોજ ભૂમિપૂજન દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું.
નવા વર્ષથી થશે નવા ફેરફાર : 1 જાન્યુઆરીથી રેલવેમાં રિઝર્વેશન વિના મુસાફરી કરી શકાશે
