Site icon

મલાડ-મઢમાં ગેરકાયદે સ્ટુડિયો પર મહાનગર પાલિકાની મોટી કાર્યવાહી. હાથ ધરી આ કામગીરી- જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

મુંબઈના મલાડના મઢ(Malad's Madh) ખાતે ઈરાંગલ ગામના ભાટી ગાંવમાં(Bhati Gaon in Erangal Village) ગેરકાયદેસર બનેલા બે સ્ટુડિયોને(illegal studio) તોડી પાડવાનું કામ આખરે મંગળવારથી ચાલુ થયું છે.

Join Our WhatsApp Community

મીડિયામાં આવેલા અહેવાલ મુજબ પાલિકા(BMC) દ્વારા મિલિયોનેર સિટી સ્ટુડિયો(Millionaire City Studios) અને એક્સપ્રેશન સ્ટુડિયોના(Expression Studio) કામચલાઉ સ્ટ્રક્ચરને તોડી પાડવાનું કામ ચાલુ કર્યું છે. પખવાડિયા પહેલાં પાલિકાના પી-નોર્થ વોર્ડ ઓફિસરે બાલાજી તિરુપતિ સિનેમા(Balaji Tirupati Cinema), એક્સપ્રેશન સ્ટુડિયો અને મિલિયોનેર સિટી સ્ટુડિયો ને નોટિસ મોકલી હતી અને તમામ પ્રવૃતિઓ બંધ કરવાનું કહ્યું હતું. તેમ જ કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (CRZ) અને મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી (MCZMA) પાસેથી મળેલી મંજૂરીનો પત્ર રજૂ કરવાનો આદેશ આપ્યો હતો અન્યથા કાર્યવાહી માટે તૈયાર રહેવાનું કહ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : શિવસેનાના ધારાસભ્યના નિધન બાદ થનારી અંધેરીની પેટાચૂંટણી લડવાનું શિંદે ગ્રુપનું સપનું રોળાશે-ભાજપનો ઉમેદવાર ફાઈનલ

આ સ્ટુડિયો સંબંધિત દસ્તાવેજો રજૂ કરવામાં નિષ્ફળ ગયા હતા. તેથી મુંબઈ ઉપનગરના કલેકટરે  પી-નોર્થ વોર્ડ ઓફિસને કાર્યવાહી કરીને તમામ ગેરકાયદે બાંધકામ હટાવવાનો આદેશ આપ્યો હતો.

Mumbai Crime Branch:વિક્રોલીમાં ક્રાઈમ બ્રાન્ચનો મોટો દરોડો: ભાડાની રૂમમાં છુપાવેલું ₹2.03 કરોડનું ચરસ જપ્ત, બે ડ્રગ્સ પેડલરની ધરપકડ.
Cyber Fraud:બોમ્બે હાઈકોર્ટના જજ સાયબર ઠગાઈનો શિકાર: ક્રેડિટ કાર્ડ રિવોર્ડ પોઈન્ટ્સના નામે ₹6 લાખની છેતરપિંડી
Gas Cylinder Theft in Kandivali:કાંદિવલીમાં તસ્કરોનો આતંક: ટેમ્પોના લોક તોડી ૨૭ ગેસ સિલિન્ડરની ચોરી, ચારકોપ પોલીસ દ્વારા તપાસ તેજ.
Massive fire in Andheri:અંધેરીમાં ભીષણ આગ: મહાકાલી કાવ્ઝ રોડ પર આવેલી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં લાગી આગ, આકાશમાં જોવા મળ્યા ધુમાડાના કાળા ગોટા.
Exit mobile version