Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં ડેલ્ટા વેરિયન્ટ કરતા ડેલ્ટા ડેરિવેટીવના કેસ વધુ નોંધાયાઃ ઓમાઈક્રોનના ફક્ત આટલા ટકા કેસ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 16 ડિસેમ્બર 2021    

Join Our WhatsApp Channel

ગુરુવાર. 

મુંબઈમાં કોરોના નિયંત્રણમાં આવ્યો છે. પરંતુ ઓમીક્રોનના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે મુંબઈમાં  કેટલા પ્રમાણમાં અને કયા વેરિયન્ટના દર્દી મળી રહ્યા છે, તે જાણીને તે મુજબ ઉપાયયોજના કરવા માટે મુંબઈ મહાનગરપાલિકા તબક્કાવાર જીનોમ સિક્વેન્સિંગના ટેસ્ટ કરી રહી છે. 

તાજેતરમાં મુંબઈમાં નેક્સ્ટ જનરેશન જિનોમ સિક્વેન્સિંગના છઠ્ઠા તબક્કાના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં 297 નમૂનામાંથી 35 ટકા એટલે કે 105 કેસ  ડેલ્ટા વેરિયન્ટના તો 62 ટકા એટલે કે 183 નમૂના ડેલ્ટા ડેરિવેટીવના કેસ રહ્યા હતા.  તો ફક્ત સાત કેસ એટલે કે બે ટકા દર્દી ઓમીક્રોનના હતા. જયારે બાકીના એક ટકા કેસ અન્ય વેરિયન્ટના હતા.

ઉંમર પ્રમાણે જોઈએ તો 297 દર્દીમાંથી 35 ટકા એટલે કે 103 દર્દી 21થી 40 એજ ગ્રુપના હતા. તો 27 ટકા એટલે કે 80 દર્દી એ 41થી 60 આ એજ ગ્રુપના હતા. તો 23 ટકા એટલે કે 68 દર્દી એ 61થી 80 વર્ષની વયના હતા.

વસઈમાં પરફ્યૂમની કંપનીમાં લાગી ભીષણ આગ, જાણો વિગત

Mumbai Road Work Accident રસ્તા પર ચાલવું પણ અસુરક્ષિત! કામગીરી વખતે લોખંડનો સળિયો ઉછળ્યો ને સીધો વિદ્યાર્થીના મોઢામાં આરપાર થઈ ગયો!
Ganesh Procession Egg Attack મુંબઈ પોલીસની કાર્યવાહી બાપ્પાની શોભાયાત્રા પર ઇંડાં ફેંકનાર શખ્સ ઝડપાયો.
Mumbai Coastal Road Vehicle Ban મુંબઈ કોસ્ટલ રોડ અને સીલિંક પર ‘આ’ વાહનો પર કાયમી પ્રતિબંધ ટ્રાફિક પોલીસે જારી કરી નવી માર્ગદર્શિકા!
Central Railway Mega Block યાત્રીગણ કૃપયા ધ્યાન દે… સેન્ટ્રલ રેલવેમાં 28 ઓગસ્ટથી 15 દિવસનો મહાબ્લોક, સેંકડો ટ્રેનો કેન્સલ!
Exit mobile version