Site icon News Continuous Bureau | Mumbai

દુકાનોના નામના પાટિયા મરાઠી હજી નથી લખ્યા? તો આ મુદતમાં કરી લેજો. BMCએ ડેડલાઈન લંબાવી..

News Continuous Bureau | Mumbai

મુંબઈ(Mumbai)ની હદમાં આવેલી તમામ દુકાનો, ઓફિસ સહિત તમામ એસ્ટાબ્લિશમેન્ટનાં નામનાં પાટિયાં મરાઠી ભાષા(Shop name board in Marathi)માં લખવાનું ફરજિયાત છે. અગાઉ તેની મુદત 17 મે, 2022 સુધીની હતી. પરંતુ હવે મુંબઈ મહાનગરપાલિકા(BMC)એ તેની ડેડલાઈ  ૩૧ મે, ૨૦૨૨ સુધી લંબાવી દીધી છે.

Join Our WhatsApp Channel

મહારાષ્ટ્ર સરકારે મુંબઈ સહિત રાજ્યમાં તમામ દુકાનો અને ઓફિસનો નામ મરાઠી(shop and office name board in Marathi)માં મોટા અક્ષરે વંચાય એ રીતે લખવાનું ફરજિયાત કર્યું છે. રાજ્યના ઉદ્યોગમંત્રી સુભાષ દેસાઈ(Subhash Desai)એ હાલમાં જ  દુકાન અને એસ્ટાબ્લિશમેન્ટના નામ મરાઠી ભાષામાં કરવા માટે એક મહિનાની મુદત આપી હતી. હવે પાલિકાના દુકાન અને એસ્ટાબ્લિશમેન્ટ વિભાગે મુંબઈની દુકાનોને પાટિયા પરના નામ મરાઠીમાં કરવા માટે ૩૧ મે સુધીની ડેડલાઈન(Dedline extended) વધારી આપી છે. તો દારૂનું વેચાણ કરનારી દુકાનદારોને કિલ્લા, મહાન વ્યક્તિઓના નામ આપ્યા હોય તેને બદલવા માટે ૩૦ જૂન સુધીની મુદત વધારી આપી છે.

આ સમાચાર પણ વાંચો : બપોર બાદ આજે મુંબઈના બીકેસીના રસ્તા પરથી જવાનું ટાળજો, આ બધા રસ્તાઓ આજે બંધ છે… જાણો વિગતે.

મુંબઈ(Mumbai)માં લગભગ પાંચ લાખથી વધુ દુકાનો છે. આ દુકાનોની બહાર લાગેલાં નામનાં પાટિયાં મરાઠી(Marathi Board)માં રાખવાનું  અને બીજી ભાષામાં લખેલાં નામ કરતાં પહેલાં લખવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. નિયમ મુજબ દરેક દુકાનના પ્રવેશદ્વાર પર નામનું બોર્ડ દેવનાગરી લિપિ(Devnagri Lipi)માં હોવું આવશ્યક છે. 

 

ISKCON Govindas FDA Action કિચનમાં ભારે ગંદકી અને નિયમોનો ભંગ જુહૂ ઇસ્કોન સ્થિત ગોવિંદાસના 3 આઉટલેટ્સનું લાયસન્સ સસ્પેન્ડ, ફૂડ સેમ્પલ્સ તપાસ હેઠળ
Lalbaugcha Raja 2026 First Look લાલબાગચા રાજા ૨૦૨૬ ફર્સ્ટ લૂક આ તારીખે થશે જાહેર ભક્તોમાં અનોખો ઉત્સાહ, જાણો આ વખતે શું હશે ખાસ
Mumbai Fake Currency Seizure મુંબઈમાં ₹૫૦૦ના દરની ₹૧૦.૬૪ લાખની બનાવટી નોટો જપ્ત ક્રાઈમ બ્રાન્ચે મહિલા સહિત બે આરોપીઓને ઝડપ્યા
DRI Gold Smuggling Mumbai Air Cargo મુંબઈ એર કાર્ગોમાંથી ₹૧.૧૦ કરોડનું દાણચોરીનું સોનું ઝડપાયું DRIએ વિદેશી સિન્ડિકેટના ૨ સાગરીતોને દબોચ્યા, ટ્રેડમિલમાં સંતાડ્યું હતું ગોલ્ડ
Exit mobile version