ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,21 જાન્યુઆરી 2022
શુક્રવાર.
મુંબઈમાં જુદા જુદા પ્રોજેક્ટ ને આડે આવતા 429 વૃક્ષો કાપવાના પ્રસ્તાવને પાલિકાની ટ્રી ઓથોરિટીની બેઠકમાં મંજૂરી આપી દેવામાં આવી છે. જોકે 429 વૃક્ષો કાપી નાખવા સામે અન્ય ઠેકાણે 858 વૃક્ષોની પુનઃરોપણ કરવામાં આવશે એવો દાવો કરવામાં આવ્યો છે.
મુંબઈમાં રસ્તાને પહોળા કરવા, મેટ્રો પ્રોજેક્ટ, બિલ્ડિંગના બાંધકામ સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારના જુદા જુદા પ્રોજેક્ટમાં આ ઝાડ અવરોધરૂપ હતા.
ઓક્ટોબર 2021 બાદ ટ્રી ઓથોરિટીની બેઠક થઈ નહોતી. છેવટે ગુરુવારે પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલના નેતૃત્વમાં આ બેઠક થઈ હતી. ગુરુવારની બેઠક ઓનલાઈન રહી હતી, જેમાં 27 પ્રસ્તાવ મંજૂરી માટે રાખવામાં આવ્યા હતા, તેમાંથી 24 પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યા હતા.
આ બેઠકમાં કુલ 4,702 વૃક્ષોને લગતો પ્રસ્તાવ હતો, જેમાં 429 ઝાડ કાપવાના તો 427 વૃક્ષોના રોપણના પ્રસ્તાવ હતા જેને મંજૂરી આપવામાં આવી હતી.