News Continuous Bureau | Mumbai
દેશના અનેક રાજ્યોમાં કોરોનાના કેસ(Corona cases) વધી રહ્યા છે અને માસ્ક(Covid masks) પહેરવો ફરી એક વખત ફરજિયાત કરવામાં આવી રહ્યો છે. મુંબઈમાં પણ મુંબઈમાં ધીમા પગલે કોરોનાના કેસ વધી રહ્યા છે. તેથી BMC એલર્ટ થઈ ગઈ છે. મુંબઈમાં ગુરુવારે કોરોનાના ૧૧૨ નવા કેસ નોંધાયા હતા. ઘણા સમય બાદ પોઝિટિવિટી રેટ(Positivity rate) પણ એક ટકાની ઉપર ગયો હતો. તેથી આગામી દિવસોમાં માસ્ક ફરજિયાત કરવાને લઈને નિર્ણય લેવાશે એવુ પાલિકાના અધિકારીનું કહેવું છે. જોકે રાજ્ય સરકારને માસ્ક ફરજિયાત કરવાને લઈને કોઈ ઉતાવળ કરવા માગતી નથી એવું આરોગ્ય પ્રધાન(Health minister) રાજેશ ટોપેએ(Rajesh tope) કહ્યું હતું.
મુંબઈમાં કોરોના કેસ 30ની આસપાસ પહોંચી ગયા હતા. જોકે છેલ્લા થોડા દિવસથી તેમાં હળવો વધારો થઈ રહ્યો છે. ગુરુવારે ૯૪૦૦ સેમ્પલ તપાસવામાં આવ્યા હતા. જોકે ચિંતા ની કોઈ જરૂર ન હોવાનું BMCના એડિશનલ કમિશનર(Additional comissioner) સુરેશ કાકાણીનું(Suresh kakani) કહેવું છે. તેમના કહેવા મુજબ પરિસ્થિતિ પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે. આગામી દિવસમાં કેસમાં વધારો થાય છે ઘટાડો તેનો અભ્યાસ કર્યા બાદમાસ્ક ફરજિયાત કરવો કે નહીં એ બાબતે નિર્ણય લેવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : દુકાનદારો તૈયાર થઈ જાવ આ કામ માટે !!! નહીં તો BMCની કાર્યવાહી માટે તૈયાર રહેજો જાણો વિગતે.
કેસમાં હળવા વધારાને કારણે પાલિકાની ચિંતામાં વધારો થયો છે જોકે માસ્ક ફરજિયાત કરવાને લઈને મહારાષ્ટ્ર સરકાર કહે છે “નોટ ટુ વરી” રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ કહ્યું હતું કે કોરોનાના કેસ વધારો થઈ રહ્યો છે, તેને જોતાં મહારાષ્ટ્રમાં ભીડભાડવાળા સ્થળોએ માસ્ક ફરીથી ફરજિયાત બનાવવામાં આવી શકે છે. જોકે હાલ ગભરાવાની કોઈ જરૂર નથી. તેમજ માસ્ક ફરજિયાત કરવાનો પણ કોઈ વિચાર નથી.’
આ દરમિયાન મુંબઈ સહિત રાજ્યમાં છેલ્લા બે દિવસમાં કોરોનાના કેસ ફરી વધી રહ્યા છે એને ધ્યાનમાં રાખીને ભવિષ્યની રણનીતિ ઘડવા માટે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રાજ્યની તમામ મહાનગરપાલિકાના કમિશનરો અને કલેક્ટરો સાથે બેઠક યોજી હતી, જેમાં કોરોના ની ચોથી લહેરને ઊગતી જ ડામી દેવા માટે કલેક્ટરોએ રાજ્યમાં ફરી માસ્ક પહેરવાનું ફરજિયાત કરવાની માગણી કરી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે ઉદ્ધવ ઠાકરેએ(Uddhav thackeray) કલેક્ટરોને માસ્ક બાબતે લોકોમાં જાગૃતિ લાવવાની સાથે વૅક્સિનેશન અને કોરોના ટેસ્ટિંગ વધારવા પર ધ્યાન આપવાનો નિર્દેશ આપ્યો હતો.