Site icon

થર્ટી ફર્સ્ટની પાર્ટી કરવી છે? 200થી વધુ મહેમાનોને બોલાવા છો ?તો પછી તમારે આ બાબતનું ધ્યાન રાખવું પડશેઃ BMC કમિશનરનું આવ્યું નવું ફરમાન જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 21 ડિસેમ્બર 2021  

Join Our WhatsApp Community

 મંગળવાર.

મુંબઈમાં કોરોના નિયંત્રણમાં આવ્યો છે, પરંતુ કોરોના નવા વેરિયન્ટ ઓમાઈક્રોનને કારણે દિવસેને દિવસે જોખમ વધી રહ્યું છે. મુંબઈ સહિત દેશભરમાં તેના કેસમાં વધારો થઈ રહ્યો છે. તેથી તકેદારીના પગલારૂપે BMC કમિશનર ઈકબાલસિંહ ચહલે લગ્ન સમારંભથી લઈને થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની પાર્ટી સહિતના કાર્યક્રમને લઈને નવો નિયમ જાહેર કર્યો છે. તે મુજબ 200થી વધુ મહેમાનોને કાર્યક્રમમાં બોલાવવા હોય તો તે માટે પાલિકાના વોર્ડ ઓફિસરની આગોતર મંજૂરી લેવી પડશે.

 ઓડિટોરિયમમાં અથવા ખુલ્લી જગ્યામાં 200 થી વધુ વ્યક્તિઓ હાજર રહેવાના હોય તો મુંબઈ મહાનગરપાલિકાની ખાસ પરવાનગી લેવાની રહેશે. થર્ટી ફર્સ્ટની પાર્શ્વભૂમિકા પર મ્યુનિસિપલ કમિશનર ડૉ.ઇકબાલસિંહ ચહલે આજે આ નવો આદેશ બહાર પાડયો  હતો.

રાજ્ય સરકારના નવેમ્બરના નિર્ણય મુજબ જો 1000 થી વધુ વ્યક્તિઓ કાર્યક્રમમાં હાજર રહેવાના હોય તો સ્થાનિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની પરવાનગી લેવી આવશ્યક હતી. જોકે હવે નવા આદેશ મુજબ કાર્યક્રમમાં 200થી વધુ લોકો હાજર રહેવાનો હોય તો સ્થાનિક વોર્ડ ઓફિસમાંથી મંજૂરી લેવાની રહેશે.

 વાત આટલાથી પૂરી થતી નથી. પાલિકા પાસેથી મંજૂરી મળ્યા બાદ પણ પાલિકાની ટીમ જાતે જઈને તપાસ કરશે એવું પણ આ નવા આદેશમાં કમિશનરે કહ્યું છે. 

શાબ્બાશ! આખા વર્ષ દરમિયાન મુંબઈમાં ઓર્ગન ડોનેશનના આટલા કેસ થયાઃ અનેક લોકોને મળ્યું નવજીવન જાણો વિગત

બંધ રહેલી જગ્યામાં જગ્યાની ક્ષમતાના 50 ટકા અને ખુલ્લી જગ્યાઓમાં ક્ષમતાના 25% લોકોને હજાર રહેવાની મંજૂરી રહેશે.

Dharavi fire Mumbai: ધારાવીમાં લાગી આગ: બાંદ્રા-માહિમ વચ્ચે ટ્રેન સેવાઓ ખોરવાઈ, ૫ ટ્રેનોને અસર
Mangal Prabhat Lodha threat case: મંત્રી મંગલપ્રભાત લોઢાને ધારાસભ્ય અસ્લમ શેખની ધમકી: પોલીસ કમિશનરને ફરિયાદ દાખલ
Mumbai Local Railway: મુંબઈકરો માટે અગત્યના સમાચાર; રવિવારે રેલવેના ‘આ’ માર્ગો પર રહેશે મેગાબ્લોક
Travis Scott concert: ચોરોની ‘ચાંદી’: રૅપર ટ્રેવિસ સ્કૉટના કૉન્સર્ટમાં ચોરોએ મચાવ્યો હાહાકાર, ૩૬ લોકોના અધધ આટલા લાખના કિંમતી સામાનની ચોરી.
Exit mobile version