News Continuous Bureau | Mumbai
મુંબઈ સહિત મહારાષ્ટ્ર(Maharashtra)માં મુશળધાર વરસાદ (Heavy rain)પડી રહ્યો છે અને આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી છે ત્યારે મુંબઈ જળબંબાકાર(Mumbai flood) થવાની શક્યતા છે. આવતી કાલથી સોમવાર સુધી દરિયામાં મોટી ભરતી(High Tide) છે એ દરમિયાન વરસાદનું જોર વધુ રહ્યું તો ઠેર ઠેર પાણી ભરાઈ જવાનો ડર મુંબઈ મહાનગરપાલિકા(BMC)ને સતાવી રહ્યો છે.
મુંબઈમાં સતત વરસાદ પડી રહ્યો છે. હવામાન ખાતાએ ભારે વરસાદની આગાહી કરી ઓરેન્જ એલર્ટ(Orange alert) જાહેર કર્યું છે. તેથી પાલિકા પ્રશાસન, ડિઝાસ્ટર, ફાયરબ્રિગેડ, મુંબઈ પોલીસ એલર્ટ(alert) થઈ છે. જોકે પાલિકાને સૌથી વધુ ટેન્શન આવતી કાલથી છ દિવસ સુધી દરિયામાં મોટી ભરતી છે તેનું સતાવી રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો : મેઘરાજાની ધમાકેદાર બેટિંગ- હવામાન ખાતાએ મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓ માટે જાહેર કર્યું રેડ એલર્ટ- તો મુંબઈ માટે જાહેર કરાઈ આ ચેતવણી
આવતી કાલ 13 જુલાઈ, બુધવારથી 18 જુલાઈ સોમવાર સુધી દરિયામાં મોટી ભરતી હશે અને મોજા 4.50 મીટરથી લઈને 4.87 મીટર ઊંચા ઉછળશે. એ સમયે જો ભારે વરસાદ પડયો તો મુંબઈમાં ઠેર ઠેર પાણી(Mumbai waterlogged) ભરાવાની ભારોભાર શક્યતા છે.
ભરતી દરમિયાન દરિયામાં મોજા ઊંચા ઉછળશે. સામાન્ય રીતે ભરતી હોવાથી વરસાદી પાણી(rain water)નો દરિયામાં નિકાલ કરનારા ફ્લડગેટ(Floodgate) બંધ કરી દેવામાં આવતા હોય છે. તેથી એ સમયે જો વરસાદ પડતો હોય તો વરસાદી પાણીનો નિકાલ દરિયામાં થઈ શકતો નથી અને મુંબઈમાં પાણી ભરાઈ જવાની શક્યતા હોય છે. તેથી આ છ દિવસ ભરતી દરમિયાન મુશળધાર વરસાદ ના પડે તેની પ્રાર્થના પાલિકાના અધિકારીઓ કરી રહ્યા છે.
13 જુલાઈ બુધવાર સવારના 11.44 વાગ્યાથી દરિયામાં ભરતી હશે ત્યારે 4.68 મીટ ઉંચા મોજા ઉછળશે.
14 જુલાઈ ગુરુવાર સવારના 12.33 વાગ્યાથી ભરતી હશે દરિયામાં 4.83 મીટર ઉંચા મોજા ઉછળશે.
15 જુલાઈ શુક્રવાર બપોરના 1.22 વાગ્યાથી ભરતી હશે અને સૌથી ઊંચા 4.87 મીટર ઉંચા મોજા ઉછળશે
16 જુલાઈ શનિવાર બપોરના 2.08 વાગે ભરતી દરમિયાન 4.85 મીટર ઉંચા મોજા ઉછળશે.
17 જુલાઈ રવિવાર બપોરના 2.54 વાગે ભરતી હશે એ સમયે દરિયામા 4.73 મીટર ઉંચા મોજા રહેશે
18 જુલાઈ સોમવારના બપોરના 3.38 વાગે ભરતી દરમિયાન 4.51 મીટર ઉંચા મોજા ઊછળશે.