Site icon

તો શું આ વર્ષે પણ ચોમાસામાં પાણી પુરવઠો ખંડિત થશે-ભાંડુપ પમ્પીંગ સ્ટેશનમાં પાણી ભરાવાનો BMCને લાગે છે ડર- જાણો વિગતે

News  Continuous  Bureau | Mumbai. 

ચોમાસા(Monsoon)માં ભારે વરસાદ(Heavy rain)ને કારણે કદાચિત આ વર્ષે પણ મુંબઈગરાને પાણી પુરવઠાને ફટકો પડી શકે છે. ગયા વર્ષે બરોબર જુલાઈ મહિનામાં ભારે વરસાદ દરમિયાન મુંબઈગરા(Mumbaikars)ને પાણીનો ફટકો પડયો હતો. ભાંડુપ પમ્પીંગ સ્ટેશન(Bhandup pumping station)માં વરસાદના પાણી(rain water) ભરાઈ ગયા હોવાથી વીજ પુરવઠો(power cut) ખંડિત થઈ ગયો હતો અને પંપ બંધ પડી ગયા હતા. તેનું આ વર્ષે પુનરાવર્તન થવાનો પાલિકા(BMC)ને ડર સતાવી રહ્યો છે. તેથી પાલિકાએ ભાંડુપ પમ્પીંગ સ્ટેશનમાં વરસાદી પાણીનો નિકાલ કરવા માટે પંપ બેસાડી દીધા હોવાનું જાણવા મળ્યું છે

Join Our WhatsApp Community

જળાશય અને બંધમાંથી ભાંડુપ પમ્પીંગ સ્ટેશનમાંથી પાણી લાવ્યા બાદ તેને ચોખ્ખું કરીને અહીંથી મુંબઈગરાને પાણી પુરવઠો કરવામાં આવે છે. ગયા વર્ષે જુલાઈ(July)માં ભારે વરસાદને કારણે ભાંડુપ જળશુદ્ધીકરણ કેન્દ્ર(Bhandup Water Purification Center)માં પાણી ભરાઈ ગયા હતા. તેને કારણે અહીંનો વીજપુરવઠો ખંડિત થઈ ગયો હતો. મશીનોમાં તકલીફ સર્જાઈ હતી. તેથી અનેક દિવસો સુધી મુંબઈના પૂર્વ અને પશ્ર્ચિમ ઉપનગરમાં પાણી પુરવઠાને અસર થઈ હતી. 

આ વર્ષે આ દુર્ઘટનાનું પુનરાવર્તન થાય નહીં તે માટે પાલિકા(BMC)એ તકેદારીના પગલારૂપે પમ્પીંગ સ્ટેશનમાં વરસાદી પાણીનો નિકાલ કરવા માટે 18 પંપ બેસાડી દીધા છે. જો પાણી ભરાયા તો તુરંત પંપની તેનો નિકાલ કરવાની પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવશે એવો પાલિકાએ દાવો કર્યો છે.

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Metro 3 Mumbai: BKC થી કફ પરેડ મેટ્રોની રફતાર તેજ! દોઢ કલાકનો પ્રવાસ હવે અડધા કલાકમાં, જાણો કયા સ્ટેશન આવશે અને ટિકિટના ભાવ કેટલા હશે.
Bank scam: બેંકમાં મોટું કૌભાંડ! અધધ આટલા ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની ઉચાપત, ED એ મુંબઈના અધિકારીની કરી ધરપકડ.
Mangal Prabhat Lodha: કૌશલ્ય વિકાસ એ દેશના વિકાસની ગૂરૂ ચાવી:  મંત્રી લોઢા
Exit mobile version