Site icon News Continuous Bureau | Mumbai

તો શું આ વર્ષે પણ ચોમાસામાં પાણી પુરવઠો ખંડિત થશે-ભાંડુપ પમ્પીંગ સ્ટેશનમાં પાણી ભરાવાનો BMCને લાગે છે ડર- જાણો વિગતે

News  Continuous  Bureau | Mumbai. 

ચોમાસા(Monsoon)માં ભારે વરસાદ(Heavy rain)ને કારણે કદાચિત આ વર્ષે પણ મુંબઈગરાને પાણી પુરવઠાને ફટકો પડી શકે છે. ગયા વર્ષે બરોબર જુલાઈ મહિનામાં ભારે વરસાદ દરમિયાન મુંબઈગરા(Mumbaikars)ને પાણીનો ફટકો પડયો હતો. ભાંડુપ પમ્પીંગ સ્ટેશન(Bhandup pumping station)માં વરસાદના પાણી(rain water) ભરાઈ ગયા હોવાથી વીજ પુરવઠો(power cut) ખંડિત થઈ ગયો હતો અને પંપ બંધ પડી ગયા હતા. તેનું આ વર્ષે પુનરાવર્તન થવાનો પાલિકા(BMC)ને ડર સતાવી રહ્યો છે. તેથી પાલિકાએ ભાંડુપ પમ્પીંગ સ્ટેશનમાં વરસાદી પાણીનો નિકાલ કરવા માટે પંપ બેસાડી દીધા હોવાનું જાણવા મળ્યું છે

Join Our WhatsApp Channel

જળાશય અને બંધમાંથી ભાંડુપ પમ્પીંગ સ્ટેશનમાંથી પાણી લાવ્યા બાદ તેને ચોખ્ખું કરીને અહીંથી મુંબઈગરાને પાણી પુરવઠો કરવામાં આવે છે. ગયા વર્ષે જુલાઈ(July)માં ભારે વરસાદને કારણે ભાંડુપ જળશુદ્ધીકરણ કેન્દ્ર(Bhandup Water Purification Center)માં પાણી ભરાઈ ગયા હતા. તેને કારણે અહીંનો વીજપુરવઠો ખંડિત થઈ ગયો હતો. મશીનોમાં તકલીફ સર્જાઈ હતી. તેથી અનેક દિવસો સુધી મુંબઈના પૂર્વ અને પશ્ર્ચિમ ઉપનગરમાં પાણી પુરવઠાને અસર થઈ હતી. 

આ વર્ષે આ દુર્ઘટનાનું પુનરાવર્તન થાય નહીં તે માટે પાલિકા(BMC)એ તકેદારીના પગલારૂપે પમ્પીંગ સ્ટેશનમાં વરસાદી પાણીનો નિકાલ કરવા માટે 18 પંપ બેસાડી દીધા છે. જો પાણી ભરાયા તો તુરંત પંપની તેનો નિકાલ કરવાની પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવશે એવો પાલિકાએ દાવો કર્યો છે.

Goregaon West Truck Accident ગોરેગાંવ વેસ્ટમાં રામ મંદિર સિગ્નલ નજીક ટ્રક મેટલ સ્ટ્રક્ચર સાથે અથડાઈ; રસ્તા પર કાટમાળ પડતાં ભારે અફરાતફરી
Mumbai FDA Suspends Hotel Licenses FDAની લાલ આંખ, ફૂડ સેફ્ટી નિયમોના ઉલ્લંઘન બદલ મુંબઈની ચાર જાણીતી હોટેલોના લાયસન્સ સસ્પેન્ડ
Metro 4 and 4A Thane ટ્રાફિકના જામમાંથી મળશે મુક્તિ! ‘મેટ્રો ૪’ અને ‘૪A’ના ગાયમુખકેડબરી જંક્શન રૂટને મળી લીલી ઝંડી, જાણો ક્યારથી શરૂ થશે સેવા
Mumbai Mega Block Weekend ઘરની બહાર નીકળતાં પહેલાં ખાસ વાંચો, રવિવારે મુંબઈમાં ત્રણેય રેલવે લાઇન પર મેગાબ્લોક, અનેક લોકલ ટ્રેનો થશે રદ
Exit mobile version