Site icon

મુંબઈની ઈમારતોમાં રહેનારને પાણી મળે કે નહીં તે વાત બાજુ પર મુકો પણ ગેરકાયદેસર ઘરો ધરાવનારોને 1 તારીખથી પાણી જરૂર મળશે. જાણો અજબ બીએમસીનો ગજબ નિર્ણય. જાણો વિગતે

 News Continuous Bureau | Mumbai

મુંબઈ(Mumbai)ના દરેક નાગરિકને પહેલી મેના મહારાષ્ટ્ર દિન(Maharashtra Day)થી પાણી મળશે. એટલે જે માગશે તેને મુંબઈ મહાનગરપાલિકા પાણી પુરવઠો આપશે. તેમાં અનધિકૃત ઝૂંપડા, રસ્તા પરના ઝૂંપડાં હોય કે સરકારી જમીન પર ઊભા થઈ ગયેલા ગેરકાયદે ઝૂંપડા હોય. આ તમામ લોકોને પીવાનું ચોખ્ખું પાણી પાલિકા(BMC) આપવાની છે. છેલ્લા અનેક વર્ષોથી ઈમારતમાં રહેતા લોકોને હજી સુધી પાણી ઉપલબ્ધ કરી શકી નથી ત્યારે શિવસેના(Shivsena)એ મુંબઈ મનપા(BMC)ની આગામી ચૂંટણીને(Election) ધ્યાનમાં રાખીને દરેક મુંબઈગરાને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી હોવાનું માનવામાં આવે છે.

Join Our WhatsApp Community

મુંબઈના અનેક વિસ્તારોમાં વર્ષોથી પાણીની ગંભીર સમસ્યા રહી છે અને લોકો ફરિયાદ કરતા આવ્યા છે. પરંતુ છેલ્લા ૩૦ વર્ષથી શિવસેના સંચાલિત પાલિકાએ તેના પ્રત્યે દુર્લક્ષ જ કર્યું છે. હાલ પાલિકાની ટર્મ પૂરી થઈ ગઈ છે અને પાલિકાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને નાગરિકોના વોટ માટે આ યોજના જાહેર કરી હોવાનું કહેવાય છે.

આ સમાચાર પણ વાંચો : વાહ! BMCની સ્કૂલમાં હવે વિદ્યાર્થીઓ ભણશે શૅરબજારના પાઠ, નવા શૈક્ષણિક વર્ષથી કોર્સનો થશે સમાવેશ; જાણો વિગતે

મુંબઈના ઘર-ઘર સુધી પાણી પહોંચાડવાને મુદ્દે આદિત્ય ઠાકરે(Aditya Thackeray)એ પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલ(Iqbal Singh Chahal) સાથે સોમવારે એક બેઠક કરી હતી. ત્યારબાદ તેમણે મુંબઈના દરેક ઘર સુધી પાણી પહોંચાડવાની જાહેરાત કરી હતી. દરેક વ્યક્તિને પાણી મળી રહે તે માટે પાલિકા(BMC)એ નવી પૉલિસી તૈયાર કરી છે, જેમાં ‘વોટર ફોર ઓલ’ પ્રોજેક્ટ હેઠળ ફૂટપાથ અને રસ્તા પર આવેલા ઝૂંપડાં, ઈમારત, ખાનગી જમીન પર આવેલા ગેરકાયદે ઝૂંપડા, કોસ્ટલ રૅગ્યુલેશન ઝોન (સીઆરઝેડ) પરિસરમાં રહેલા ઝૂંપડા, સરકારી જમીન પર રહેલા ઝુંપડાઓને પણ હવેથી કાયદેસરનું પાણીનું જોડાણ મળશે.

સોમવારે પાલિકાએ જાહેર કરેલી પોલિસી મુજબ માગે તેને પાણીનું જોડાણ ફક્ત માનવીય દ્દષ્ટિકોણને આધારે આપવામાં આવવાનું છે. તે માટે આવશ્યક ગૅરન્ટી લેવામાં આવશે. ભવિષ્યમાં પાણીનું જોડાણનો ઉપયોગ રહેઠાણનો પુરાવા તરીકે કરી શકાશે નહીં. પાલિકા(BMC)ના દાવા મુજબ આ પૉલિસીને કારણે ગેરકાયદે પાણીના જોડાણનું પ્રમાણ ઘટશે અને પાણીની ચોરીનું પ્રમાણ પણ ઘટશે. પાણીનું ગળતર અને તેને કારણે દૂષિત પાણીની સમસ્યા ઘટશે. ગેરકાયદે પાણીનું જોડાણ ધરાવતા રહેવાસીઓ સામેથી આવશે. કાયદેસર રીતે જોડાણ લેવાથી પાલિકા(BMC)ની આવક વધશે.

Maha Mumbai Metro energy savings: મહા મુંબઈ મેટ્રોનું ‘સ્માર્ટ રન’: વીજળીના વપરાશમાં 13% ઘટાડો, ₹12.79 કરોડની જંગી બચત
Mira Bhayandar mini cluster scheme: મિની ક્લસ્ટર યોજનાનો વ્યાપ વધ્યો: મિરા-ભાઈંદરમાં ઓછામાં ઓછા 5 ઇમારતોના જૂથને હવે વિકાસની મંજૂરી મળશે
Mumbai honey trap case: મુંબઈમાં ઉદ્યોગપતિ સાથે અસામાન્ય છેતરપિંડી, લિફ્ટ આપીને ફસાયા.
London job visa scam: નેપાળી યુગલને લંડનમાં નોકરી-વિઝાની લાલચ આપી ₹27 લાખની છેતરપિંડી: વીઝા કાઉન્સેલરની ધરપકડ
Exit mobile version