News Continuous Bureau | Mumbai
મુંબઈમાં જોખમી રીતે કોરોના કેસમાં(Corona case) વધારો થઈ રહ્યો છે. I.T.T નિષ્ણાતોએ જુલાઈ 2022માં કોરોનાની ચોથી લહેરની(Covid fourth wave) શક્યતા વ્યક્ત કરી છે. તેથી પાણી પહેલા પાળ બાંધવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ(BMC) કમર કસી લીધી છે અને હવે કોરોનાની ટેસ્ટિંગ(Corona testing) વધારવાનો નિર્ણય લીધો છે.
મુંબઈમાં છેલ્લા એક મહિનાથી કેસ સતત વધી રહ્યા છે. તેમાં પણ છેલ્લા ત્રણ દિવસથી 500ની ઉપર કેસ નોંધાઈ રહ્યા છે. ગત 2 જૂનના રોજ મુંબઈમાં લાંબા સમય બાદ કોવિડથી એક દર્દીનું(Covid19 death)) મૃત્યુ પણ થયું હતું. તેથી પાલિકા પ્રશાસન ફરી સતર્ક થઈ ગઈ છે. કોરોનાના ટેસ્ટિંગ વધારવાનો નિર્ણય લીધો છે.
પ્રશાસનના જણાવ્યા મુજબ કોરોના ટેસ્ટિંગ વધારવામાં આવવાના છે. હાલ પ્રતિદિન સાતથી આઠ હજારની આસપાસ ટેસ્ટ થઈ રહ્યા છે, તે સંખ્યા પ્રતિદિન વધારીને 30,000થી 40,000 કરવામાં આવવાની છે. હાલ અસરગ્રસ્ત દર્દીની સંખ્યાનું પ્રમાણ 8 ટકા સુધી પહોંચી ગયું છે. ટેસ્ટિંગ વધારીને વધુને વધુ દર્દી સુધી પહોંચવાનો લક્ષ્યાંક પાલિકાએ રાખ્યો છે. તેથી ચેપ ફેલાતો રોકી શકાય.
આ સમાચાર પણ વાંચો : સાવધાન-બિલ્ડિંગમાં કે હાઉસિંગ સોસાયટીમાં કોરોનાનો કેસ આવ્યો તો તમામ રહેવાસીઓને કરવું પડશે આ કામ- જાણો વિગતે
કોવિડ ટેસ્ટિંગ વધારવાની સાથે જ પાલિકાએ પોતાની તમામ હોસ્પિટલોને પણ એલર્ટ મોડ(Alert mode) પર કરી દીધી છે. કોવિડ સેન્ટરનો(Covid Center) પણ સ્ટેન્ડબાય મોડ(Standby mode) પર રાખ્યા છે. ખાનગી લેબોરેટરી?(Private laboratory) અને ખાનગી હોસ્પિટલોને પણ આવશ્યકતા મુજબ તૈયારી રાખવાનું કહેવામાં આવ્યું છે.
પાલિકાએ એ સાથે જ કોવિડનો નવો વેરિયન્ટ(New variant) તો મુંબઈમાં દાખલ થયો નથી ને તેના પર નજર રાખવા માટે સમયાંતરે નમુનાનું જીનોમ સિક્વન્સિંગ(Genome sequencing) પણ કરતી રહેવાની છે. તેથી જો કોઈ નવો વેરિયન્ટ હોય તો સમયસર ઓળખીને તેનો ફેલાતો રોકી શકાય અને તેને સમયસર ઉપચાર કરી શકાય
