Site icon

દુકાનદારો તૈયાર થઈ જાવ આ કામ માટે !!! નહીં તો BMCની કાર્યવાહી માટે તૈયાર રહેજો જાણો વિગતે.

News Continuous Bureau | Mumbai

દુકાનોના તથા ઓફિસ ના પાટીયા ના નામ હજી સુધી  મરાઠીમાં મોટા અક્ષરે લખ્યા નથી તો તે તાત્કાલિક ધોરણે તે કામ પહેલા કરાવી લેજો. અન્યથા પાલિકાની આકરી કાર્યવાહી નો સામનો કરવાની તૈયારી રાખજો.

Join Our WhatsApp Community

મુંબઈ(Mumbai) સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં(Maharashtra) દુકાનો અને ઓફિસો પરના નામના પાટિયા મરાઠી ભાષામાં લખેલા હોવાનું ફરજિયાત કરવાનો નિર્ણય મહારાષ્ટ્ર સરકારે લીધો છે. હવે આ નિર્ણયનો અમલ કરવા તેમજ કાર્યવાહી માટે મુંબઇ મહાનગર પાલિકાના(BMC) શોપ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ વિભાગે પાલિકા પ્રશાસન પાસે પરવાનગી માગી છે. મંજૂરી મળવાની સાથે પાલિકાની કાર્યવાહી ચાલુ થઈ જશે.

મુંબઈમાં લગભગ પાંચ લાખથી વધુ દુકાનદારો છે.  રાજ્ય સરકારના આદેશને અલમાં લાવવા માટે શોપ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ વિભાગની(Department of Shop and Establishment) નિયમાવલી પાલન કરવાની પરવાનગી માગતો પ્રસ્તાવ પણ પાલિકા કમિશનર(Palika commissioner) ઈકબાલસિંહ ચહલને(Iqbal singh chahal) મોકલવામાં આવ્યો છે.

દુકાન અને એસ્ટાબ્લિશમેન્ટ નામના બોર્ડ મરાઠી ભાષામાં(Marathi language) લખેલા ફરજિયાત કર્યા છે. જો અન્ય ભાષામાં નામ લખવા હોય તો તેના કરતાં મરાઠી ભાષામાં નામ અક્ષર મોટા હોવા જોઇએ. આ બાબતેનો નિર્ણય રાજ્ય શાસને ૧૭ માર્ચ ૨૦૨૨ના રોજ બહાર પાડ્યો હતો. આ આદેશ થોડાક દિવસ અગાઉ જ  પાલિકાને મળ્યો છે. તેથી શોપ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ વિભાગે તૈયારી શરૂ કરી છે. હવે કમિશનરની પરવાનગી મળતા કાર્યવાહી હાથ ધરાશે.

આ સમાચાર પણ વાંચો :  યાત્રી કૃપયા ધ્યાન દે!!! મુંબઈથી ગુજરાત સહિત ઉત્તર ભારત જતી ટ્રેનોને પાંચ દિવસ થશે અસર..  જાણો વિગતે.

 દુકાનો પરના પાટિયા પર મરાઠીમાં  નામ લખવું કાયદા મુજબ ફરજિયાત છે. આ નિર્ણયનો અમલ કરવા માટે મુંબઈના વેપારી સંગઠનો સાથે ચર્ચા કરાશે. સંગઠનોને દુકાનો પર મરાઠી ભાષામાં લખેલા બોર્ડ લગાડવાની વિનંતી કરાશે. આ બાબતે પાલિકા દ્વારા જન જાગૃતિ ઝુંબેશ સુદ્ધા કરાશે, એમ પાલિકા દ્વારા સ્પષ્ટ કરાયું છે. પાલિકાના અધિકારીના કહેવા મુજબ અત્યાર સુધી મુંબઈના મોટા ભાગના દુકાનદારોએ પોતાની રીતે જ દુકાનના પાટિયા ના નામ પોતાની રીતે જ બદલાવું ચાલુ કરી દીધું છે. છતાં પ્રથમ તબક્કામાં પાલિકા દુકાનોની ચકાસણી કરાશે. ત્યારબાદ દુર્લક્ષ રાખનારા દુકાનદાર સામે કાર્યવાહી કરાશે. 

 

Mumbai Local: મુંબઈ લોકલના પ્રવાસીઓ માટે મોટા સમાચાર: UTS એપ પર પાસની સુવિધા બંધ; હવે આ નવી એપથી જ નીકળશે લોકલનો પાસ.
Neil Somaiya: મુલુંડમાં મોટો ખેલ: કિરીટ સોમૈયાના પુત્ર સામે વિપક્ષી એકતા કે કોઈ ગુપ્ત સમજૂતી? વોર્ડ નં. 107 નું રોચક સમીકરણ
KDMC Election 2026: KDMC ચૂંટણીમાં મતદાન પહેલા જ મહાયુતિનો વિજયધ્વજ: ભાજપ-શિવસેનાના 9 ઉમેદવારો બિનહરીફ વિજેતા; વિરોધ પક્ષો મેદાન છોડી ભાગ્યા.
Bhandup: ભાંડુપ બસ કાંડ: શું બસમાં ખામી હતી કે ડ્રાઇવરની ભૂલ? તપાસમાં થયો મોટો ખુલાસો, BEST એ લીધો આકરો નિર્ણય
Exit mobile version