ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.
મુંબઈ, 24 એપ્રિલ 2021.
શનિવાર.
મુંબઈ શહેરના પવઈ વિસ્તારને સુશોભીકરણ કરવાનું કાર્ય પાલિકા દ્વારા હાથ ધરાયુ છે.
મુંબઈ સ્થિત પવઈ લેક એ પર્યટકોમાં ફરવામાટેની મનપસંદ જગ્યા છે. હવે આ પવઈ લેક પર ખાસ સાયકલ ટ્રેક ,આકર્ષક ફૂટપાથ અને સમગ્ર વિસ્તારનું સૌંદર્યકરણ કરવાનું કાર્ય હાથ ધરાયુ છે. મુંબઈ મહાનગર પાલિકાની આ મહત્વની યોજના પર્યટનમંત્રી આદિત્ય ઠાકરે સમક્ષ એક બેઠકમાં રજુ કરવામાં આવી હતી અને તેમને એની મંજૂરી પણ આપી હતી. હાલ પવઈ લેકમાં આવતા ગંદા પાણીને રોકવાના કાર્ય સાથે, તળાવના પાણીની ગુણવત્તા સુધારવા માટે વેવ એર વિઝિન સિસ્ટમ સાથે પાણીમાંની વનસ્પતિ કાઢવાનું કાર્ય ચાલુ છે.
પાલિકા દ્વારા હાથ ધરાયેલી આ યોજનાને સમયસર પુરૂ કરવાનું સૂચન આદિત્ય ઠાકરે એ સૂચન કર્યું હતું. સાથેજ હાલની કોરોના પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચોકસાઈ પૂર્વક કામ કરવાનો નિર્દેશ પણ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ યોજનાને સાકાર કરવા પવઈ વિસ્તારમાં આવેલી આઈઆઈટી મુંબઈએ પાલિકાને ફંડ આપવાની સાથે તાંત્રિક માર્ગદર્શન માટે સહાય કરવાની તૈયારી દાખવી છે.
ફરી એક વખત ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટી પડ્યું. જાણો કેટલાના મૃત્યુ થયા અને શું નુકસાન થયું.
