Site icon

મુંબઈના રસ્તાના સમારકામ પાછળ આટલા કરોડ રૂપિયાનો ખર્ચો કરશે BMC; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 28 ડિસેમ્બર 2021  

Join Our WhatsApp Community

 મંગળવાર. 

મુંબઈગરા કાયમ રસ્તાની ખખડી ગયેલી હાલતની ફરિયાદ કરતા હોય છે. પરંતુ હવે મુંબઈના વાહનચાલકોના નસીબ ખુલી જવાના છે. મુંબઈ મહાનગરપાલિકાએ ગયા અઠવાડિયામાં રસ્તાના ૧,૮૧૫ કરોડ રૂપિયાના પ્રસ્તાવ મંજૂર કર્યા હતા. હવે વધુ ૪૪૩ કરોડ ૧૬ લાખ રૂપિયાના રસ્તાના પ્રસ્તાવ સ્થાયી સમિતિમાં લાવી છે. 

 મુંબઈના છ મીટર કરતા નાના અને મોટા રસ્તાના સિમેન્ટ-કૉંક્રીટીકરણના બનાવવાના છે. તો અમુક રસ્તા ડામરના બનાવવાના છે. ખાસ કરીને ગોરેગામ (ઈસ્ટ)માં આરે કૉલોનીના રસ્તા સહિત ૧૪૩ નાના-મોટા રસ્તાના સમારકામ તથા કૉંક્રીટાઈઝેશનના કામ છે. એ સિવાય ફૂટપાથના સમારકામ પણ કરવાના છે.

પશ્ર્ચિમ ઉપનગરના રસ્તા સમારકામ માટે ૧૮૦ કરોડ રૂપિયા, દક્ષિણ મધ્ય મુંબઈના રસ્તા સમારકામ પાછળ 95 કરોડ એમ કુલ મળીને પાલિકા ૩૧૩ કરોડ ૮૪ લાખ રૂપિયાના ખર્ચે રસ્તાના કામ થશે, જેમાં મુખ્યત્વે આરે કૉલોનીમાં વેર્સ્ટન એક્સપ્રેસ થી લઈને પવઈના મોરારજી નગર સુધી સિમેન્ટ કૉંક્રીટના રસ્તા પાછળ  ૩૮ કરોડનો ખર્ચ થવાનો છે. 

શું મુંબઈમાં ત્રીજી લહેરનું આગમન થઈ ગયું છે? તે જાણવા માટે BMC કરશે આ કામ; જાણો વિગત,

દક્ષિણ મુંબઈ કોલાબા, ફોર્ટ, ગ્રાન્ટ રોડ, ભાયખલામાં ૧૯ ફૂટપાથના સમારકામ કરવાની છે. તેની પાછળ ૧૮ કરોડ ૬૭ લાખ રૂપિયાનો ખર્ચવાની છે. 

Iran-Israel War Hits Maharashtra: મિડલ ઈસ્ટના તણાવની અસર પુણેથી મુંબઈ સુધી! સુરક્ષા વ્યવસ્થા સખત, ડ્રાયફ્રૂટ્સ મોંઘા અને નિકાસ અટકી; જાણો મહારાષ્ટ્ર પર કેવી થશે અસર?.
Dahisar: દહિસરમાં નિર્માણાધીન સાઇટની દીવાલ ધરાશાયી: એસ.વી. રોડ પર કાટમાળ પડતા ભાગદોડ; માનવ કલ્યાણ હોસ્પિટલ પાસે મોટી જાનહાનિ ટળી.
BMC Construction Pollution Action 2026: મુંબઈની હવા સુધારવા BMC એક્શન મોડમાં: ૧,૦૮૨ સ્થળોએ તપાસ, ૯૩ બાંધકામોને ‘સ્ટોપ વર્ક’ નોટિસ; પ્રદૂષણ ફેલાવતા બિલ્ડરો સામે લાલ આંખ.
Worli Sewri Elevated Road Accident: વરલી-શિવડી એલિવેટેડ રોડના કામમાં જીવલેણ બેદરકારી: પરેલમાં ઊંચાઈ પરથી સળિયો પડતા રાહદારી યુવાન લોહીલુહાણ; સેફ્ટી નેટનો અભાવ.
Exit mobile version