Site icon

ધારાવી બાદ હવે મુંબઈના આ વિસ્તારમાં BMC ઊભો કરશે સ્યુએજ પ્રોજેક્ટ, હજારો લિટર ગંદા પાણી પર થશે પ્રક્રિયા. 

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community

લાંબા સમયથી અટવાઈ ગયેલો ધારાવી સ્યુએજ પ્રોજેક્ટને(Sewage project) મંજૂરી બાદ હવે મુંબઈ મહાનગરપાલિકાના પ્રશાસક(BMC Administrator) ઈકબાલસિંહ ચહલે(Iqbal Singh Chahal) વરલી અને મલાડમાં પણ ગંદા પાણી પર પ્રક્રિયા કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. તેથી હવે ધારાવીની સાથે વરલી અને મલાડના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના(Sewage treatment plant) કામને હવે વેગ મળશે.

BMC દ્વારા મુંબઈમાં 7 સ્થળોએ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપવામાં આવવાના છે, જેમાં વરલીમાં (દિવસ 500 મિલિયન લિટર), બાંદ્રામાં (360 મિલિયન લિટર પ્રતિ દિવસ) મલાડમાં (454 મિલિયન લિટર પ્રતિ દિવસ) ઘાટકોપરમાં (337 મિલિયન લિટર પ્રતિ દિવસ), ધારાવીમાં (418 મિલિયન લિટર પ્રતિ દિવસ) ભાંડુપમાં (215 મિલિયન લિટર પ્રતિ દિવસ) અને વેસાવેમાં (180 મિલિયન લિટર પ્રતિ દિવસ) એમ કુલ 7 કેન્દ્રો સ્થાપવાનું આયોજન છે. તેની પાછળ અંદાજે રૂ. 26,000 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે.

મુંબઈ મહાનગરપાલિકાના કમિશનરની(Commissioner) હાજરીમાં સુપ્રીમ કોર્ટ(Supreme Court) સમક્ષના કેસમાં કોર્ટે 24 ફેબ્રુઆરી, 2022ના રોજ નિર્દેશો જારી કર્યા હતા. નિર્દેશ મુજબ, કોર્પોરેશનને આ 7 કેન્દ્રો માટે ટેન્ડરો બહાર પાડવા,  ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવા અને 4 મે, 2022 પહેલા સુપ્રીમ કોર્ટ સમક્ષ ટેન્ડર પ્રક્રિયા વિશે માહિતી સબમિટ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. તદનુસાર, ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને અને પાત્ર ટેન્ડરર્સની વિગતો કોર્ટમાં રજૂ કર્યા પછી, હવે આ અંગેની દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી રહી છે.

આ સમાચાર પણ વાંચો :  સારા સમાચાર – મુંબઈ-પુણે પ્રવાસ વધુ ઝડપી થશે-આટલા કિલોમીટરનું અંતર ઘટી જશે- જાણો વિગતે

પાલિકા દ્વારા ગયા શુક્રવારે ધારાવી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. મિડિયા હાઉસમાં આવેલા અહેવાલ મુજબ પ્રશાસક ઇકબાલ સિંહ ચહલે બાકીના પ્લાન્ટમાંથી હવે મલાડ(Malad) અને વરલી(Worli) સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની દરખાસ્તોને પણ મંજૂરી આપી દીધી છે. મલાડ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે શરે રૂ. 6,300 કરોડ થવાનો છે.

અત્યાર સુધીમાં કુલ 7 કેન્દ્રોમાંથી, ધારાવી, મલાડ અને વરલી એમ ત્રણ કેન્દ્રોની દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે. બાંદ્રા, ઘાટકોપર, ભાંડુપ અને વેસાવે ખાતેના બાકીના ચાર કેન્દ્રો માટેની દરખાસ્તો પણ તબક્કાવાર મંજૂરી માટે વહીવટકર્તાઓને મોકલવામાં આવશે, એમ સીવરેજ પ્રોજેક્ટ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું.
 

Dadar Pigeon House: મુંબઈ માં કબૂતરોને દાણા ખવડાવવા પર વિવાદ, દાદર કબૂતરખાનાને બંધ કરવા વિરુદ્ધ જૈન સંતે શરૂ કર્યું વિરોધ પ્રદર્શન
Navi Mumbai: નવી મુંબઈ મહાનગરપાલિકાની મોટી કાર્યવાહી શરૂ; ‘આ’ ખાદ્યપદાર્થ વિક્રેતાઓને લાગ્યો મોટો ઝટકો
Coastal Road: કોસ્ટલ રોડની સુરક્ષા સામે સવાલ: ૨૪ કલાક ખુલ્લો પણ ભેદી અંધકારને કારણે ડ્રાઇવરોમાં ચિંતા, દુર્ઘટનાનો ભય
Cocaine: મુંબઈ એરપોર્ટ પર અધધ આટલા કરોડનું કોકેઇન જપ્ત; મહિલાની ધરપકડ
Exit mobile version