Site icon

અંદરખાને મુંબઈ મહાનગરપાલિકા ડરી ગઈ હોય તેવું લાગે છે. દુકાનોના પાટીયા સંદર્ભે આદેશ કાઢીને ડેડલાઈન આપી. પણ કોઈ જ પગલાં લીધા નથી..

News Continuous Bureau | Mumbai

મુંબઈ(Mumbai)ની તમામ દુકાનો(Shops)ના નામના પાટિયા (Name Board)મરાઠી(Marathi)માં દેવનાગરી લિપીમાં લખવાનો સર્ક્યુલર બહાર પાડીને ખાસ્સો સમય નીકળી ગયો છે. પરંતુ હજી સુધી પાલિકા(BMC) દ્વારા ચોક્કસ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. તેથી શું મુંબઈ મહાનગરપાલિકા(BMC) ડરી ગઈ કે પછી અન્ય કોઈ કારણથી પાલિકા દુકાનદારો(Shopkeeper) સામે પગલાં લેતા અચકાઈ રહી છે, તેની ચર્ચાએ જોર પક્ડયું છે.

Join Our WhatsApp Community

દુકાનોના પાટિયાના નામ મરાઠી ભાષામાં શરૂઆતમાં વંચાય તે મુજબ લખવાનો આદેશ પાલિકાએ આપ્યો છે. હવે પાલિકાના શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ વિભાગ(Shop and establishment dept.) દ્વારા દરેક વિસ્તારમાં નિરીક્ષણ કરવામાં આવવાનું છે. પાલિકા કમિશનરના આદેશ બાદ દરેક સ્થળે તપાસવા જવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવવાની છે. પરંતુ પ્રત્યક્ષમાં આ વોર્ડ પાસે એટલું મનુષ્યબળ ઉપલબ્ધ નથી. ઈઝ ઓફ ડુઈઁગ બિઝનેસ(IS of doing Business policy) પોલિસી હેઠળ પાલિકાના શોપ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ વિભાગના તમામ લાઈસન્સ ઓનલાઈન મળતા હોવાથી અહીંના કર્મચારીઓને લાઈસન્સ વિભાગમાં ટ્રાન્સફર કરી નાખવામાં આવ્યા છે તેથી અપૂરતા કર્મચારીને કારણે કાર્યવાહી કરવી કેમ એવો સવાલ અધિકારીઓને થઈ રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  તારીખ પે તારીખ… એનસીપી નવાબ મલિકને ન મળી કોઈ રાહત, સ્પેશિયલ કોર્ટે ફરી આ તારીખ સુધી લંબાવી અદાલતી કસ્ટડી..

અહીં ઉલ્લેખનીય છે કે દુકાનોના નામ મરાઠી ભાષા(Marathi Language)માં લખવાનો નિર્ણય રાજ્યની કેબિનેટની બેઠકમાં 12 જાન્યુઆરી 2022માં લેવામાં આવ્યો હતો. બે મહિના બાદ પણ તેનો અધ્યાદેશ બહાર પાડવામાં આવ્યો નહોતો. તેથી તેની અમલ બજવણી થઈ શકી નહોતી. જોકે બાદમાં 23 માર્ચ, 2022ના રોજ પાલિકાને તેનો અધ્યાદેશ મળતા મરાઠીમાં પાટિયા પર નામ લખવાની સાથે જ મહાન વ્યક્તિઓ અને ગઢ કિલ્લાના નામથી દારૂની દુકાનના અથવા બિયર બારના નામ રાખવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

Borivali Navratri 2025: વર્ષ ૨૦૨૫ની સુપરહિટ નવરાત્રી એટલે બોરીવલીની ‘રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025’.
Mumbai Local: મુંબઈકરો માટે ખુશખબર, હવે ભીડને કહો આવજો!રેલવે પ્રશાસને મુક્યો એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ
Navratri: પોલીસે જપ્ત કરેલી દેવીની મૂર્તિનું પૂજન; મુંબઈ પોલીસ હેડક્વાર્ટરમાં નવરાત્રી જાગરણ ઉત્સવ,જાણો તે મૂર્તિ નો ઇતિહાસ
First Day Geeta Rabari: રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025 નો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો રહ્યો સુપર ડુપર ગ્રેન્ડ…
Exit mobile version