Site icon

સંભાળજો!! ક્યાંક તમારી હાઉસિંગ સોસાયટીમાં તો જોખમી ઝાડ નથીને. BMCએ આટલી સોસાયટીને ફટકારી નોટિસ.. જાણો વિગતે

BMC warns of fine-one year jail for harming trees on Holi

ખબરદાર.. જો હોળી માટે ઝાડ કાપ્યા છે તો, મુંબઈ મહાગરપાલિકાએ આપી આ ચેતવણી… જાણો વિગતે

 News Continuous Bureau | Mumbai

ચોમાસું(Rainy season) નજીક આવવાની સાથે જ મુંબઈ મહાગરપાલિકા (BMC) પણ એલર્ટ મોડ પર આવી ગઈ છે. વરસાદ અને પવન ફૂંકાવાને કારણે ચોમાસા(Rainy season)માં વૃક્ષો ધરાશાયી થવાનું અને જાનમાલનું નુકસાન થવાનું જોખમ હોય છે. તેથી મુંબઈ મહાનગરપાલિકા(BMC)એ અત્યારથી મુંબઈ(Mumbai)ની તમામ હાઉસિંગ સોસાયટી(Housing society)ઓને તેમના પરિસરમાં રહેલા જોખમી વૃક્ષો(Tree) અને તેની ડાળખીની છંટણી કરવાનો નિર્દેશ આપ્યો છે. અત્યાર સુધી પાલિકાએ મુંબઈની લગભગ સાડા પાંચ હજાર હાઉસિંગ સોસાયટીઓને નોટિસ મોકલી દીધી હોવાનું જાણવા મળ્યું છે.

Join Our WhatsApp Community

મુંબઈમાં ચોમાસા દરમિયાન વૃક્ષો પડી જવાના કે ધરાશાયી થવાની શક્યતા હોય છે. તેથી આવા વૃક્ષોની ચોમાસા પૂર્વે છંટણી આવશ્યક હોય છે. આ વર્ષે પાલિકાએ પોતાની હદમાં રહેલા જોખમી વૃક્ષોને લઈને તકેદારીના પગલારૂપે ખાનગી સોસાયટીઓ નોટીસ મોકલવાનું ચાલુ કરી દીધું છે. પાલિકા આ વર્ષે 5262 હાઉસિંગ સોસાયટીઓ અને સરકારી વસાહતોને નોટિસ પાઠવી છે અને  તેમને તેમના વિસ્તારમાં વૃક્ષોની જોખમી ડાળીઓ કાપવાની સૂચના આપી છે.

મુંબઈમાં દર વર્ષે ચોમાસા પહેલા ઝાડની ડાળખીઓની છંટણી કરવામાં આવે છે. તો  મૃત થઈ ગયેલા વૃક્ષોને કાપી નાખવામાં આવે છે. પાલિકા દ્વારા 24 વોર્ડમાં આ માટે નિયુક્ત કરાયેલા કોન્ટ્રાક્ટરો દ્વારા રસ્તાની બાજુએ આવેલા વૃક્ષોની ડાળીઓ કાપવામાં આવતી હોય છે. જોકે, ખાનગી હાઉસિંગ સોસાયટીઓ સહિત અન્ય સરકારી વસાહતોમાં તેમજ તેમની હદમાં આવેલા વૃક્ષોની ડાળીઓ મહાનગરપાલિકા દ્વારા કાપવામાં આવતી ન હોવાથી આવી જોખમી ડાળીઓ ચોમાસા દરમિયાન મુશળધાર વરસાદમાં પડી જવાની સંભાવના છે. 

આ સમાચાર પણ વાંચો : પાલઘરના તારાપુર ઔદ્યોગિક વસાહતમાં એક કેમિકલ કંપનીમાં ફાટી નીકળી ભીષણ આગ, કેટલાય કિલોમીટર દુર દેખાયા ધુમાડાના ગોટેગોટા; જુઓ વિડીયો, જાણો વિગતે 

છેલ્લા ત્રણ વર્ષમા ખાનગી હાઉસિંગ સોસાયટીઓની હદમાં 18,000 થી વધુ વૃક્ષોની ડાળીઓ ધરાશાયી થઈ ગઈ છે. પાલિકાના ગાર્ડન વિભાગ દ્વારા ગત જાન્યુઆરી માસમાં કરાયેલા સર્વે મુજબ 5,262 સોસાયટીઓ અને સરકારી વસાહતોને નોટિસ ફટકારવામાં આવી છે. પાલિકા(BMC)ના ગાર્ડન વિભાગના સુપ્રિટેન્ડન્ટ જીતેન્દ્ર પરદેશીના કહેવા મુજબ ખાનગી સોસાયટીઓની હદમાં વૃક્ષોની કાપણી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી નથી. તેથી, તેઓને ફરીથી નોટિસ પાઠવીને જોખમી શાખાઓની કાપણી કરવા સૂચના આપવામાં આવી છે. સંબંધિત મંડળીઓની અરજી બાદ તેમને કોર્પોરેશન વતી પરવાનગી આપવામાં આવશે અને તેમણે જાતે જ તેની કાપણી કરવાની રહેશે અથવા પાલિકાને  ફી ભર્યા બાદ પાલિકા  દ્વારા નિયુક્ત કરાયેલા કોન્ટ્રાક્ટર દ્વારા ઝાડની શાખાઓની કાપણી કરવામાં આવશે. 

પાલિકા દ્વારા અત્યાર સુધી 5262 હાઉસિંગ સોસાયટીને નોટિસ મોકલવામાં આવી છે. સૌથી વધુ નોટિસ કે વેસ્ટ (વિલે પાર્લેથી(Ville parle) જોગેશ્વરી પશ્ચિમ)માં  2,150 મોકલવામાં આવી છે. બીજા નબંરે પી દક્ષિણ (ગોરેગાંવ)માં 655, ડી (મલબાર હિલ, ગ્રાન્ટ રોડ)માં  312, પી નોર્થ (મલાડ)માં  280, એન વોર્ડ (ઘાટકોપર)માં  204, જી નોર્થ (દાદર, માહિમ)માં  149 નોટિસ મોકલવામાં આવી છે.

BMC Elections 2026: બિહાર બાદ હવે BMC પર નજર: BJPની મુંબઈમાં મોટી રણનીતિ! ૪ નેતાઓને સોંપાઈ નવી જવાબદારી, શું થશે મોટો બદલાવ?
Mumbra ATS raid: આતંકનો મોટો ખુલાસો! મુંબ્રામાંથી અલ-કાયદા સાથે જોડાયેલા ઉર્દૂ શિક્ષકની ધરપકડ, ATSને ‘સ્લીપર સેલ’નો મોટો સુરાગ મળ્યો
Mumbai Crime: ચોંકાવનારો કિસ્સો મુંબઈમાં ૨૯ વર્ષીય યુવતીને સુધીર ફડકે બ્રિજ નીચે ઢસડી જઈ દુષ્કર્મનો પ્રયાસ, આરોપી ઝડપાયો?
Digital Arrest: મુંબઈમાં ‘ડિજિટલ અરેસ્ટ’ કરીને અધધ આટલા કરોડની ઠગાઈ, તપાસમાં ખુલ્યું ચીન-હોંગકોંગ-ઇન્ડોનેશિયાનું જોડાણ
Exit mobile version