ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 નવેમ્બર 2021
ગુરુવાર.
કોર્ટના આદેશ બાદ ચોરીનો કથિત આરોપ ધરાવતા શખ્સને ગેરકાયદે રીતે પાંચ દિવસ માટે પોલીસ કસ્ટડીમાં ગોંધી રાખવામાં આવ્યો હતો. યુવકની પત્નીએ કોર્ટમાં કરેલી અરજીને પગલે બોમ્બે કોર્ટે પોલીસને 20,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
બનાવ મુજબ મોહમ્મદ ઉસ્માની શેખને 28 જુલાઈના ચોરીના કથિત આરોપ હેઠળ મેજિસ્ટ્રેટે 30 જુલાઈ સુધી પોલીસ કસ્ટડી ફટકારી હતી. ત્યારબાદ 30 જુલાઈના પોલીસ કસ્ટડીને રીજેક્ટ કરીને તેને 14 દિવસની જયુડીશલ કસ્ટડીમાં મોકલવાનો કોર્ટે આદેશ આપ્યો હતો. છતાં શિવાજી નગર પોલીસે તેને પાંચ દિવસ સુધી પોલીસ કસ્ટડીમા રાખી મુક્યો હતો. તેની વિરુદ્ધમાં મોહમ્મદની 28 વર્ષની પત્નીએ સાદીક્યુબી હાઈ કોર્ટમાં ગઈ હતી. તેના પતિને ગેરકાયદે રીતે પોલીસ કસ્ટડીમાં ગોંધી રાખવાની ફરિયાદ તેણે બોમ્બે હાઈ કોર્ટને અરજી કરીને કરી હતી. કોર્ટે પૂરુ પ્રકરણ સાંભળ્યા બાદ સંબંધિત પોલીસને સજા ફટકારી હતી અને કોર્ટના આદેશનું અવમાન કરવા બાદ તેમ જ યુવકને ગેરકાયદે રીતે પોલીસ કસ્ટડીમાં પૂરી રાખવા બદલ 20,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. રકમ પીડિતની પત્નીને વળતર રૂપે આપવાનો આદેશ પણ કોર્ટે આપ્યો હતો.