બોરીવલી લિંકરોડ-હાઈવે ને જોડતો ફ્લાયઓવર આટલા સમયમાં પુરો થઈ જશે અને ખુલ્લો મૂકાશે… જાણો વિગતે.

 

 News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

આખરે વર્ષો જૂની બોરીવલીના એસ.વી.રોડની ટ્રાફિકની સમસ્યાથી નાગરિકોને છુટકારો મળવાનો છે. બહુ જલદી બોરીવલીનો કોરાકેન્દ્રનો ફ્લાયઓવર ખુલ્લો મુકાવાનો છે. આ પુલનું 95 ટકા કામ પૂરું થઈ ગયું છે. ચોમાસા પહેલા  આ પુલ  ટ્રાફિક માટે ખોલી દેવાની પાલિકાની યોજના હોવાનું કહેવાય છે.

એસ.વી. રોડના ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા માટે કોરાકેન્દ્ર ફ્લાયઓવર નું લાંબા સમયથી કામ ચાલી રહ્યું છે. આ પુલના બાંધકામ પાછળ અત્યાર સુધી 150 કરોડ રૂપિયાનો ખર્ચ થઈ ચૂક્યો છે.

આ સમાચાર પણ વાંચો : વાહ! BMCની સ્કૂલમાં હવે વિદ્યાર્થીઓ ભણશે શૅરબજારના પાઠ, નવા શૈક્ષણિક વર્ષથી કોર્સનો થશે સમાવેશ; જાણો વિગતે

પાલિકાના અધિકારીના કહેવા મુજબ હાલ આ ફ્લાયઓવરના અનેક નાના-મોટા કામ ચાલી રહ્યા છે. આ પુલ પર આકર્ષક લાઈટ પણ બેસાડવામાં આવવાની છે, જે મુંબઈના સૌંદર્યમાં વધારો કરવાની છે.

પાલિકા દ્વારા તમામ પુલના સ્ટ્રક્ચરલ ઓડિટ કરીને આવશ્યક ઠેકાણે સમારકામ અને નવા પુલના બાંધકામ કરી રહી છે. જેમાં બોરીવલીના કોરા કેન્દ્રનો પુલ લિંક રોડથી વેસ્ટર્ન એક્સપ્રેસ તરફથી જાય છે. તેથી કલ્પના ચાવલા ચોક સિવાય સતત વાહનોની ભીડ રહેતા બે જંકશન ટાળીને ટ્રાફિકનું વિભાજન કરવું મહત્વનું રહેશે. આ પુલને કારણે લિંક રોડથી બોરીવલી વેસ્ટ સુધી સરળતાથી પહોંચી શકાશે. આ ફ્લાયઓવર 900 મીટર લાંબો અને ચાર લેનનો છે.

Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
Mumbai Pollution: પ્રદૂષણ પર BMCનો એક્શન પ્લાન: મુંબઈમાં હવા પ્રદૂષણ મામલે 36 સ્થળોની તપાસ, કોર્ટમાં રજૂ થયો વિગતવાર રિપોર્ટ
BMC Elections: મુંબઈના ભવિષ્યનો ફેંસલો! BMC ચૂંટણીની તારીખો જાહેર, જાણો ક્યારે થશે મતદાન અને મતગણતરી
Maharashtra Weather:મહારાષ્ટ્રમાં ભારે શીત લહેર! પારો ૫C નીચે ગગડ્યો
Exit mobile version