Site icon

લો બોલો! મુખ્ય મંત્રીની એક ટકોરને કારણે થાણે-બોરીવલી અન્ડરગ્રાઉન્ડ ટનલનું કામ અટવાઈ ગયું, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 6 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

સોમવાર.

મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી(MMRDA)નો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગણાતો થાણે-બોરીવલી વચ્ચેની અન્ડરગ્રાઉન્ડ ટનલનો પ્રોજેક્ટ મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેની એક ટકોરને કારણે અટવાઈ ગયો છે. મુખ્ય મંત્રીએ ડીટેલ પ્રોજેક્ટ રિપોર્ટ(DPR)નું પુનઃઅવલોકન કરવાનું નક્કી કર્યું છે. તેથી તેને કારણે પ્રોજેકટના કામમાં વિલંબ થઈ શકે છે.
કોમ્પ્રેહેન્સીવ ટ્રાન્સપોર્ટ સ્ટડી (CTS)-2 જાહેર કરતા સમયે પર્યાવરણને કોઈ નુકસાન ન થાય તે મુજબ  MMRDAને DPRમાં સુધારો કરવાની સૂચના મુખ્ય પ્રધાને આપી હતી. MMRDAના કહેવા મુજબ આ પ્રોજેક્ટની પર્યાવરણને કોઈ નુકસાન થવાનું નથી. છતાં DPRનું પુનઅવલોકન કરવામાં આવશે.

 

વાહ! કાંદીવલીથી ગોરાઈ માત્ર 36 મિનિટમાં પહોંચી જવાશેઃ MMRDA એ બનાવી આ યોજના, ખર્ચશે 568 કરોડ રૂપિયા

થાણે-બોરીવલી પ્રોજેક્ટમાં બની રહેલી ટનલ બોરીવલીના સંજય ગાંધી નેશનલ પાર્કમાંથી પસાર થવાની છે. થાણેથી શરૂ થઈને બોરીવલીમાં વેસ્ટર્ન એક્સપ્રેસ પર એકતા નગર પાસે રોડ પૂરો થશે. થાણે-બોરીવલી વચ્ચેનો આ કોરિડોર 13 કિલોમીટર લંબાઈનો છે. આ ટનલને કારણે બંને સ્થળ વચ્ચેનું અંતર ફકત 10 મિનિટનું થઈ જશે.

 

 

આ પ્રોજેકટમાં બે ટનલ હશે. આ ટનલમાં છ લેન હશે. આ ટનલમાં માટે ઉપયોગમાં લેવામાં આવનારી જમીન માટે સૂચનો અને વાંધા મંગાવ્યા છે. આ જમીનને કારણે થાણેમાં 10 સ્થળોને અસર થશે. 

અહીં ઉલ્લેખનીય છે કે ઘોડબંદર થઈને થાણે અને બોરીવલી વચ્ચેનું અંતર 23 કિલોમીટર છે. આ રોડ પર હેવી ટ્રાફિક રહેતો હોવાથી આ અંતર પાર કરવા વાહનચાલકોને એકથી બે કલાકનો સમય નીકળી જતો હોય છે.

Naman Xana Mumbai: ૭૦૦ કરોડનું એક ઘર! મુંબઈના આ ટાવરમાં એવું તે શું છે કે અબજોપતિઓ લગાવી રહ્યા છે લાઈન? ભારતની સૌથી મોંઘી ડીલ
Dadar Station: મુંબઈના દાદર સ્ટેશન પાસે હાઈવોલ્ટેજ ડ્રામા: એક બિલ્ડિંગ પરથી બીજી પર કુદકા મારતા વ્યક્તિ ને કારણે અફરાતફરી, ૨ કલાકથી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ
BMC Elections 2026: મુંબઈ મહાપાલિકા પર કબજો મેળવવા મહાયુતિનો માસ્ટર પ્લાન, આજે સીટ વહેંચણી પર થશે અંતિમ મંથન
Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
Exit mobile version