Site icon

હલકી પબ્લિસિટી ની ઝંખના કેળવતી મુંબઈ મહાનગરપાલિકાએ ડ્રાઇવ ઇન વેક્સિનેશન શરૂ કર્યું. પણ ભાઈ વેક્સિન ક્યાં છે??

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૦૫ મે 2021

Join Our WhatsApp Community

બુધવાર

આજે લગભગ તમામ અખબારોમાં દાદર વિસ્તારમાં ડ્રાઇવ ઇન વેક્સિન સેન્ટરના ફોટોગ્રાફ છવાયેલા છે. બહુ સરસ!!! આવા ફોટોગ્રાફ છાપાવડાવીને મુંબઈ મહાનગરપાલિકા એવું સાબિત કરવા માંગે છે કે અમે અમેરિકાને ટક્કર આપીએ છીએ. પણ જરા મુંબઈ મહાનગરપાલિકાના અધિકારીઓ મુંબઈવાસીઓને એવું જણાવશે કે વેક્સિન ક્યાં છે?

મુંબઈ શહેરની વસ્તી છે ૧ કરોડ ૨૧ લાખ ની‌ તેમાંથી ગાડીમાં બેઠેલા ૨૦૦ લોકોને વેક્સિન આપી. એનાથી શું સાબિત થાય છે? મુંબઈ શહેરમાં રોજ સાંજ પડે એટલે 'કૌન બનેગા કરોડપતિ' ની જેમ 'fast finger first' ની પ્રતિયોગિતા શરૂ થઈ જાય છે. દરેક માણસ એવું વિચારે છે કે બટન દબાવીને તેને વેક્સિન મળી જશે. પરંતુ અનેક દિવસો સુધી કોશિશ કર્યા પછી પણ લોકોને વેક્સિન માટે એપોઇન્ટમેન્ટ મળી નથી.

આવી હંબક અને ઘટીયા વ્યવસ્થા વચ્ચે આવા પ્રકારના ફોટોગ્રાફ પડાવવાનો શું લાભ? 

મુંબઈ મહાનગરપાલિકાના પબ્લિસિટી વિભાગ એવું સાબિત કરવા માંગે છે કે અમે બને તેટલું કરવા તૈયાર છીએ? 

પોલિયો ના  ડોઝ લોકોના ઘરે જઈને આપી શકાતા હોય. કોરોનાની વેક્સિન કેમ નહીં? આજની તારીખમાં અનેક લોકો ગેરકાયદેસર રીતે રજીસ્ટ્રેશન કરાવ્યા વગર વેક્સિન મેળવી આવે છે. આ કઈ રીતે થાય છે? શું આ ગોટાળો નથી? 

જોકે મહાનગરપાલિકા આવા લફડા ઓ છુપાવવા માટે ફોટોગ્રાફ પડાવી ને વાહવાહી મેળવવા માગે છે.

Mira-Bhayandar Permit Scam:મીરા-ભાયંદર ઈ-રિક્ષા પરમિટમાં મોટું કૌભાંડ? બોગસ દસ્તાવેજોના આધારે રોહિંગ્યાઓને પરમિટ અપાયાનો પૂર્વ ધારાસભ્યનો સનસનાટીભર્યો દાવો
Andheri Robbery Case:ખાખી વર્દીમાં લૂંટારો: અંધેરીમાં ₹25 લાખની લૂંટ કરનાર પોલીસ કોન્સ્ટેબલ સહિત 4 ઝડપાયા, તમામ રકમ રિકવર
Dindoshi Clash:દિન્ડોશીના સંતોષ નગરમાં બે જૂથો વચ્ચે પથ્થરમારો: પોલીસના બળપ્રયોગમાં એક છોકરો ગંભીર ઈજાગ્રસ્ત
Mumbai Crime: ચર્ચગેટના ટાટા ગાર્ડનમાં લોહિયાળ ખેલ: ૫૫ વર્ષીય પ્રોઢની પથ્થરના ઘા ઝીંકી નિર્મમ હત્યા, હુમલાખોર ફરાર
Exit mobile version