Site icon

મુંબઈના બાંદ્રા વરલી સી લિંક પર વાહન ઉભું રાખી શકાય- જાણો દંડ-સ્પીડ લિમિટ વિશે

Bandra Worli Sea Link Accident: Ex-BJP MLA's son's fatal accident on Worli C-link, MLA's son's hand…

Bandra Worli Sea Link Accident: વરલી સી-લિંક પર પૂર્વ BJP MLAના પુત્રનો જીવલેણ ભયનાક અકસ્માત, કેવી રીતે થયો આ ભયાનક અકસ્માત? જાણો સંપુર્ણ વિગતો વિગતાર.. વાંચો અહીં….

News Continuous Bureau | Mumbai

મુંબઈના બાંદ્રા વર્લી સી લિંક(Bandra Worli Sea Link) પર બુધવારે વહેલી સવારે ૩ કલાકે ભીષણ અકસ્માત(terrible accident) થયો હતો. આ અકસ્માતમાં પાંચ ગાડીઓના ભુક્કા બોલી ગયા છે અને પાંચ લોકોના મોત નિપજ્યા છે, જ્યારે ૧૨ લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર, દુર્ઘટના સ્થળે પહેલા જ એક ગાડીને અકસ્માત નડ્યો હતો. ઘાયલોને સારવાર માટે લઇ જવા માટે અહીં એક એમ્બ્યુલન્સ પહોંચી હતી. એમ્બ્યુલન્સ ઘાયલોને લઇને ત્યાંથી નીકળે તે પહેલા જ બીજી ત્રણ ગાડીઓ તેની સાથે ટકારઇ હતી. ત્રણ કાર, એમ્બ્યુલન્સ અને અગાઉથી દુર્ઘટના ગ્રસ્ત ગાડી વચ્ચે ટક્કર થઇ હતી. બીજી બાજુ, બાંદ્રા વર્લી સી લિંક પર વાહન ચાલકો માટે ટ્રાફિક પોલીસ(Traffic Police) દ્વારા ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે, જેથી કોઇ દુર્ઘટનાથી બચી શકાય.

Join Our WhatsApp Community

આ અકસ્માતમાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે, ત્યારે તમને જણાવી દઇએ કે સી લિંક બ્રિજએ એરપોર્ટ-પશ્ચિમ વિસ્તારોથી શહેરમાં જવાનો ટ્રાન્ઝિટ શોર્ટકટ (Transit Shortcut) છે. આ બ્રિજ પર રોકવાની અથવા ધીમી ગતિ કરવાની મંજૂરી નથી. આવું કરવા સામે કાયદેસરની કાર્યવાહી(Legal action) તથા ચલણ આપવામાં આવે છે. નિયમોના ભંગ બદલ ૧ હજાર રૂપિયા સુધીનો દંડ પણ ફટકારવામાં આવે છે. બાંદ્રા વર્લી સી લિંક પર કોઇ અકસ્માતની ઘટના ન સર્જાય તે માટે સ્પીડ લિમિટ પણ બાંધવામાં આવી છે. 

આ સમાચાર પણ વાંચો : LIC પોલિસી રાખતા લોકો માટે ખુશખબર- હવે જીવનભર એકાઉન્ટમાં આપશે 50 હજાર રૂપિયા- જાણો કેવી રીતે

બાંદ્રા વર્લી સી લિંક અને ઈસ્ટર્ન ફ્રીવે(Eastern Freeway) પર સ્પીડ લિમિટ ૮૦ કિમી પ્રતિ કલાક છે. બ્રિજ પર ઓવર સ્પીડ વાહનો પર નજર રાખવા માટે કેમેરા સેટ છે. .જે ઓવર સ્પીડ વાહનોને કેપ્ચર કરે છે અને તેના દ્વારા જ દંડ ફટકારવામાં આવે છે. ઉપરાંત આ બ્રિજ પર ટુ વ્હીલરને મંજૂરી નથી. બાંદ્રા વર્લી સી લિંક પરથી પસાર થવા માટે ટોલ ટેક્સ ભરવું પડે છે. કાર માટે સિંગલ જર્નીના ૮૫ રૂપિયા જ્યારે રિટર્નના ૧૨૭.૫ રૂપિયા આપવા પડે છે. ટેમ્પો-એલસીવી વ્હીકલ માટે ૧૩૦ અને ૧૯૫ રૂપિયા, જ્યારે ટ્રક અને બસ માટે ૧૭૫ અને ૨૬૨.૫ રૂપિયા ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે. 

બાંદ્રા-વર્લી સી લિંક ૫.૬ કિમી લાંબો, ૮-લેન પહોળો પુલ છે. જે મુંબઈના પશ્ચિમી વિસ્તારોને અને બાંદ્રા તથા દક્ષિણ મુંબઈમાં વર્લી સાથે જોડે છે. ૩૦ જૂન ૨૦૦૯ના રોજ પુલની આઠ લેનમાંથી પ્રથમ ચારને લોકો માટે ખોલવામાં આવી હતી. જ્યારે તમામ આઠ લેન ૨૪ માર્ચ ૨૦૧૦ના રોજ ખોલવામાં આવી હતી. એક અંદાજ પ્રમાણે રોજ આ પુલ પરથી ૫૦ હજારથી વધુ વાહન પસાર થાય છે.

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version