Site icon

અરેરેરે.. નવી મુંબઈવાસીઓનું એસી લોકલનું સુખ છીનવાયું. હાર્બર લાઈનમાં એસી લોકલ થશે બંધ. જાણો વિગતે.

News Continuous Bureau | Mumbai

કાળઝાળ ગરમીમાં મુંબઈગરા માટે સેન્ટ્રલ અને વેસ્ટર્નમાં એસી લોકલ(AC local train in Central and Western line) રાહત આપનારી બની રહી છે. પરંતુ હાર્બર લાઈન(harbour line)માં પ્રવાસીઓના મોળા પ્રતિસાદનું કારણ આગળ કરીને એસી લોકલ સર્વિસ(AC Local service) બંધ કરવામાં આવવાની હોવાનું જાણવા મળ્યું છે.

Join Our WhatsApp Community

એસી લોકલના ઊંચા ભાડાને ઘટાડવાની લાંબા સમયથી માગણીનો સ્વીકાર કરીને એસી લોકલની ટિકિટના(Train ticket) દરમાં 50 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. તેથી વેસ્ટર્ન અને સેન્ટ્રલમાં(Central railway) એસી લોકલમાં ભીડ વધવા માંગી છે.  સવાર-સાંજના પીક અવર્સમાં વેસ્ટર્ન અને સેન્ટ્રલ રેલવેની મેઇન લાઇનની ફુલ જતી હોય છે. જોકે તેનાથી વિપરીત પરિસ્થિતિ હાર્બર લાઇનની એસી લોકલની છે. હાર્બર લાઈનમાં એસી સર્વિસને મોળો પ્રતિસાદ મળ્યો છે. તેથી  ટૂંક સમયમાં અહીં એસી લોકલની સર્વિસ બંધ થવાની શક્યતા છે.

આ સમાચાર પણ વાંચો :  બીએમસીનો ફટકો રાણા દંપત્તીને…. કહ્યું 7 દિવસમાં ઘરનું ઇન્ટીરીટર બદલો. નહીંતો… હથોડો.. જાણો વિગતે….

હાર્બર લાઈન પર એસી લોકલ બંધ કરવામાં આવશે. પરંતુ તેની સામે સેન્ટ્રલ રેલવેમાં મેઈન લાઈન પર આઠથી દસ એસી લોકલ સર્વિસનો વધારો થવાની શક્યતા છે. હાર્બર લાઇન પર એસી લોકલ બંધ થશે તો પાસ હોલ્ડર પ્રવાસીઓને(Commuters) લઈને હજી સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જોકે સેન્ટ્રલ રેલવેના અધિકારના કહેવા મુજબ બહુ જલદી તેને લગતી જાહેરાત કરવામાં આવશે.

અહીં ઉલ્લેખનીય છે કે હાલ હાર્બર લાઇનમાં એસી લોકલની 16 સર્વિસ આપવામાં આવી રહી છે. તો  મેઇન લાઇનમાં એસી લોકલની 44 સર્વિસ આપવામાં આવી રહી  છે. હાર્બર લાઈન પર એક રેક દોડાવવામાં આવે છે. 16 એસી સર્વિસ બંધ કરવામાં આવે તો તે સર્વિસનો ફાયદો સેન્ટ્રલની મેઈન લાઈનને થશે. એટલે કે મેઈન લાઈનમાં એસી લોકલના ફેરા વધી જશે એવુ માનવામાં આવે છે.
 

BMC Elections 2026: બિહાર બાદ હવે BMC પર નજર: BJPની મુંબઈમાં મોટી રણનીતિ! ૪ નેતાઓને સોંપાઈ નવી જવાબદારી, શું થશે મોટો બદલાવ?
Mumbra ATS raid: આતંકનો મોટો ખુલાસો! મુંબ્રામાંથી અલ-કાયદા સાથે જોડાયેલા ઉર્દૂ શિક્ષકની ધરપકડ, ATSને ‘સ્લીપર સેલ’નો મોટો સુરાગ મળ્યો
Mumbai Crime: ચોંકાવનારો કિસ્સો મુંબઈમાં ૨૯ વર્ષીય યુવતીને સુધીર ફડકે બ્રિજ નીચે ઢસડી જઈ દુષ્કર્મનો પ્રયાસ, આરોપી ઝડપાયો?
Digital Arrest: મુંબઈમાં ‘ડિજિટલ અરેસ્ટ’ કરીને અધધ આટલા કરોડની ઠગાઈ, તપાસમાં ખુલ્યું ચીન-હોંગકોંગ-ઇન્ડોનેશિયાનું જોડાણ
Exit mobile version