Site icon

હવે દરેક પાર્ટીને મુંબઈના ગુજરાતીઓની યાદ આવી. શિવસેના બાદ આ પાર્ટીએ ગુજરાતી સેલ બનાવ્યો..

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

18 ફેબ્રુઆરી 2021

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી હવે નજીક આવી રહી છે. મુંબઈ શહેરમાં આશરે ૧૫ ટકાથી વધારે ગુજરાતીઓ મતદાર છે. આ ઉપરાંત ઇશાન મુંબઈ, ઉત્તર મુંબઈ તેમજ શહેરમાં અનેક સીટો એવી છે જે ગુજરાતીઓની મહેરબાની વગર જીતી શકાય તેમ નથી. 

મુંબઈ મહાનગર પાલિકા ચૂંટણી જીતવા માટે દરેક પાર્ટીને ગુજરાતી ના મતો જોઈએ છે. હાલ ગુજરાતીઓ ભારતીય જનતા પાર્ટીને મત આપે છે. એટલે ભાજપના ગઢમાં ગાબડું પાડવા માટે સૌથી પહેલા શિવસેનાએ પ્રયાસ કર્યો.કોંગ્રેસ પાર્ટી આ સંદર્ભે પગલાં લઈ રહી છે. કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતી સેલ ની નવી ટીમ બનાવી છે. આ ઉપરાંત આવનાર દિવસમાં ગુજરાતીઓના એક શિબિર નું પણ આયોજન કરવામાં આવ્યું છે. એક સમયે મુંબઈ શહેરના ગુજરાતીઓ કોંગ્રેસ પાર્ટી સાથે હતા ત્યારે મુંબઈ, મહારાષ્ટ્ર અને કેન્દ્રમાં કોંગ્રેસની સત્તા હતી.

હવે કોંગ્રેસ પાર્ટી ઈચ્છે છે કે ગુજરાતીઓ તેમની સાથે ભળી જાય.

આમ ચૂંટણી આવતા દરેક પાર્ટી ને ગુજરાતી સમુદાય ની યાદ આવી રહી છે.

જે ન થવું જોઈએ તે થઈ ગયું : મુંબઈમાં કોરોના ની રી-એન્ટ્રી થઇ.

 

URGENT TRAFFIC ADVISORY: મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ગેસ ટેન્કર અકસ્માત: આડોશી ટનલ પાસે ગેસ લીકેજથી ટ્રાફિક જામ; જાણો વૈકલ્પિક માર્ગો
Miraculous Escape in Lower Parel: લોઅર પરેલ: ટેમ્પોની જોરદાર ટક્કરથી પોલીસ કોન્સ્ટેબલ બ્રિજ પરથી નીચે પટકાયા, આબાદ બચાવ
Mumbai: મુંબઈમાં નકલી PA બની ઉદ્યોગપતિને ₹74 લાખનો ચૂનો લગાવનાર ‘ઠગ’ જેલભેગો
Oshiwara Car Attack: મુંબઈના ઓશિવરામાં પાડોશીનો આતંક મહિલા પર કાર ચઢાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ, એસિડ એટેકની ધમકી
Exit mobile version