Site icon

કોંગ્રેસને મોડે મોડે જ્ઞાન લાદ્યુ… પાંચ રાજ્યોની ચૂંટણીમાં ધબડકા બાદ BMCની ચૂંટણી માટે કોંગ્રેસનો શિવસેના સાથે યુતિ કરવા મરણિયો પ્રયાસ; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

અત્યાર સુધી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી એકલા હાથે લડવાની બણગા ફૂંકનારા કોંગ્રેસના નેતાઓ  હવે શિવસેના સાથે યુતિ કરવા ઊંચા-નીચા થઈ ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

Join Our WhatsApp Community

પાંચ રાજ્યોમાં કોંગ્રેસનો કારમો પરાજય બાદ કોંગ્રેસ માટે અસ્તિત્વ ટકાવી રાખવું મુશ્કેલ થઈ ગયું છે. તેથી હવે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાંથી પણ એકડો નીકળી ના જાય તે માટે કોંગ્રેસ મરણિયો પ્રયાસ કરી રહી હોવાનું કહેવાય છે.
હાલ કોંગ્રેસ મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડીની સરકારમાં શિવસેના સાથે છે. જોકે મુંબઈ મહાનગરપાલિકામાં તે વિરોધ પક્ષની ભૂમિકા ભજવી રહ્યો હતો. મહાનગરપાલિકાની પાંચ વર્ષની મુદત સાત માર્ચ 2022ના પૂરી થઈ ગઈ છે અને પાલિકામાં પ્રશાસક નીમવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો :મુંબઈ સુરક્ષિત… ડિલિવરી બોયઝને આપવા પડશે કેરેક્ટર સર્ટિફિકેટ, મુંબઈ પોલીસ કમિશનરનું ફરમાન.જાણો વિગતે

નેતા અને ભૂતપૂર્વ નગરસેવક રવી રાજાના કહેવા મુજબ પાલિકાની ચૂંટણીમાં પક્ષે જોડાણ કરવું કે નહીં તે સિનિયર નેતાઓ નક્કી કરવાનું છે. કોંગ્રેસના સ્થાનિક કાર્યકર્તા, નેતાઓ અને નગરસેવકોનો મંતવ્ય જાણ્યા બાદ પક્ષના સિનીયર નેતાઓને તેનાથી વાકેફ કરવામાં આવ્યા છે. તેથી આ બાબતે તેઓ નિર્ણય લેશે. જોકે અંગત રીતે માનો તો કોંગ્રેસે શિવસેના સાથે જોડાણ કરી નાખવું જોઈએ. 

Digital Arrest: મુંબઈમાં ‘ડિજિટલ અરેસ્ટ’ કરીને અધધ આટલા કરોડની ઠગાઈ, તપાસમાં ખુલ્યું ચીન-હોંગકોંગ-ઇન્ડોનેશિયાનું જોડાણ
D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Exit mobile version