Site icon

લો બોલો, ડિફોલ્ટર કંપનીએ બીએમસીને બનાવ્યા મૂર્ખ, જપ્ત કરેલી પ્રોપર્ટી નીકળી નકામી… જાણો વિગતે

 News Continuous Bureau | Mumbai

પ્રોપર્ટી ટેક્સ નહીં ચૂકવનારાઓની જપ્ત કરેલી મિલકતની પાલિકા લિલામી કરે છે. પરંતુ એક કંપનીએ મુંબઈ મહાનગરપાલિકાને જ મૂર્ખ બનાવ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. 

Join Our WhatsApp Community

 પ્રોપર્ટી ટેક્સ નહીં ભરનારી કંપનીના બે હેલિકોપ્ટર જપ્ત કરવામાં આવ્યા હતા, જેની લિલામી કરીને પાલિકા પૈસા વસૂલ કરવાની હતી. પરંતુ આ કંપનીએ હેલિકોપ્ટરના મુખ્ય પાર્ટસ કાઢી લીધા હોવાથી તેની વેલ્યુ ઘટી ગઈ છે.

આ કંપનીના આ કૃત્યને પગલે હવે પાલિકાના કે-વેસ્ટ વોર્ડે આ સંબંધે હેલિકોપ્ટર કંપની વિરુદ્ધ રિકવરીનો કેસ નોંધવાનો આદેશ આપ્યો છે. અંધેરીની મેસ્કો એરલાઈન્સના બે હેલિકોપ્ટર પાલિકાએ ફેબ્રુઆરી 2020માં જપ્ત કર્યા હતા. એની લિલામી કરીને પાલિકાને 1.64 કરોડ રૂપિયા મળવાની શક્યતા હતી.

આ સમાચાર પણ વાંચો : મનસે ફરી આક્રમક, મુંબઈની IPLની બસની કરી આ કારણથી તોડફોડ; જાણો વિગતે…

પ્રોપર્ટી જપ્ત કર્યા બાદ તેને તપાસવામાં આવી હતી. આ દરમિયાન વેલ્યુઅરને ઈન્સપેકશનમાં એવુ જાણવા મળ્યું હતું કે કંપનીએ હેલિકોપ્ટરના મુખ્ય પાર્ટસ તેમાથી કાઢી લીધા હતા. તેથી તેની વેલ્યુ ઓછી થઈ ગઈ છે.

Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Mumbai CSMT: CSMT પર CRMSના વિરોધ પ્રદર્શનનો વિવાદ: ૨ પદાધિકારીઓ અને સભ્યો વિરુદ્ધ GRP એ FIR નોંધી, જાણો શું છે મામલો?
BMC Elections 2026: બિહાર બાદ હવે BMC પર નજર: BJPની મુંબઈમાં મોટી રણનીતિ! ૪ નેતાઓને સોંપાઈ નવી જવાબદારી, શું થશે મોટો બદલાવ?
Mumbra ATS raid: આતંકનો મોટો ખુલાસો! મુંબ્રામાંથી અલ-કાયદા સાથે જોડાયેલા ઉર્દૂ શિક્ષકની ધરપકડ, ATSને ‘સ્લીપર સેલ’નો મોટો સુરાગ મળ્યો
Exit mobile version