Site icon

ચોમાસું નજીક ત્યારે BMC જાગી પૂરથી બચવા પોઈસર નદી પાસે કરશે આ કામ..જાણો વિગતે

 News Continuous Bureau | Mumbai

ચોમાસા(Monsoon)માં ભારે વરસાદ પડ્યો તો મુંબઈ(MUmbai)માં પાણી ભરાવાનું જ છે એવી કબૂલાત મહારાષ્ટ્ર(Mahrashtra)ના પર્યટન, પર્યાવરણ પ્રધાન અને મુંબઈ ઉપનગરના પાલક પ્રધાન આદિત્ય ઠાકરે(Aditya Thackeray) કર્યા બાદ વિરોધપક્ષ તેમના પર તેમ જ પાલિકા પ્રશાસન પર તુટી પડી છે. ત્યારે જાણે જાગી હોય તેમ પાલિકા(BMC) હવે મુંબઈની નદીઓના તટ પાસે રહેલા બાંધકામને સફાયો કરવાનું ચાલુ કરી દીધું છે.

Join Our WhatsApp Community

ચોમાસામાં ભારે વરસાદ દરમિયાન નદીઓમાં પૂર (Flood in river)આવવાની શક્યતા છે અને તેને કારણે આજુબાજુના વિસ્તારમાં પાણી ભરાવાની શક્યતા છે. તેથી મુંબઈની મહત્વની નદી ગણાતી પોઇસર નદી(Poisar river)ના પરિસરમાં રહેલા ગેરકાયદે બાંધકામને પાલિકાએ હટાવી દીધા છે અને હવે ચોમાસા પહેલા ત્યાં સેફટી વોલ બાંધવાની છે.

આ સમાચાર પણ વાંચો : મહાવિકાસ આઘાડીમાં બિઘાડીઃ BMCમાં શિવસેનાનું અધધ કરોડ રૂપિયાનું TDR કૌભાંડ, કોંગ્રેસનો આરોપ… જાણો વિગતે

પાલિકા પ્રશાસનના જણાવ્યા મુજબ આર-સાઉથ વોર્ડ એટલે કે કાંદિવલી(વેસ્ટ) પરિસરમાં મંગુભાઈ દત્તાજી પુલ પાસે રહેલા લાલજી પાડા(Lalji Pada) પરિસરમાંથી પોઇસર નદી વહે છે. ચોમાસા દરમિયાન અતિવૃષ્ટિ દરમિયાન નદી(River)ની પાસે રહેલા વિસ્તારમાં પાણી ભરાવાની શક્યતા હોય છે. તેથી જુદી જુદી યોજના અંતર્ગત નદીના કિનારા પર સેફટી વોલ બાંધવામાં આવવાની છે. આ વોલ બાંધવાને આડે નદીના કિનારે પાસે રહેલા ઝૂંપડા આડે આવી રહ્યા હતા. તેથી પાલિકાએ સંબંધિત લોકો સાથે બેઠક કર્યા બાદ પહેલા તબક્કામાં શુક્રવારે 16 ઝૂંપડા હટાવ્યા હતા

ઝોન-સાતના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ભાગ્યશ્રી કાપસેના જણાવ્યા મુજબ આર-દક્ષિણ પરિસરમાંથી વહેતી પોઈસર નદીના કાંઠે દીવાલ બાંધવી જરૂરી છે. દીવાલ બાંધવાને આડે 130 બાંધકામ-ઝૂંપડા આડે આવી રહ્યા છે. ચોમાસા પહેલા અહીં દીવાલ બાંધવી આવશ્યક છે. તેથી પહેલા તબક્કામાં 29 બાંધકામ હટાવવામાં આવવાના છે, તેમાંથી શુક્રવારે 16 બાંધકામ હટાવ્યા હતા. બાકીના ઝૂંપડા હટાવવાની સાથે જ દીવાલ બાંધવાનું કામ પણ ચાલુ કરવામાં આવવાનું છે.

Mumbai Crime Branch: મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનો મોટો સપાટો: ₹90.90 લાખની પ્રતિબંધિત ઈ-સિગારેટ જપ્ત; ઓનલાઈન ડિલિવરી રેકેટનો પર્દાફાશ
Mumbai Fort Robbery: મુંબઈમાં નકલી પોલીસનો કહેર: કેન્યાની મહિલા વેપારીને આંતરી ₹66.45 લાખની લૂંટ; હાઈ-સિક્યોરિટી ગણાતા ફોર્ટ વિસ્તારની સનસનીખેજ ઘટના
Shocker in Sakinaka: સાકીનાકામાં સગીરાની છેડતી: ટ્યુશનથી ઘરે જતી ૧૫ વર્ષીય કિશોરીને અટકાવી અજાણ્યાએ બતાવ્યા અશ્લીલ વીડિયો, પોલીસ તપાસ તેજ
Mumbai Local Murder: મુંબઈ લોકલ ટ્રેનમાં પ્રોફેસરની હત્યાનો ભેદ ઉકેલાયો: માત્ર એક ધક્કા અને નજીવી બોલાચાલીએ લીધો જીવ; આરોપીએ પોલીસ સામે પોક મૂકી
Exit mobile version