બેસ્ટની ‘ચલો ઍપ’ થી બસમાં મહિલાઓનો પ્રવાસ વધુ સુરક્ષિત થઈ જશે. જાણો કેમ?

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 29 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

બુધવાર.

તાજેતરમાં જ બેસ્ટ ઉપક્રમે લોન્ચ કરેલી ‘ચલો ઍપ’ થી બેસ્ટની બસમાં મહિલાઓ માટે પ્રવાસ કરવું વધુ સુરક્ષિત થઈ જશે. આ ઍપમાં રહેલા ઈમરજન્સી એલાર્મ બટનને સંકટ સમયમાં દાબવાથી પોલીસ અને બેસ્ટના કંટ્રોલ રૂમમાંથી તાત્કાલિક મદદ મળી રહેશે. તેથી બસમાં પ્રવાસ દરમિયાન મુસીબતમાં રહેલી મહિલાને તરત મદદ પહોંચાડવી શકય બનશે. નવા વર્ષમાં જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયા સુધીમાં આ સુવિધા ચાલુ થઈ જશે એવો દાવો બેસ્ટ પ્રશાસને કર્યો છે.

‘ચલો ઍપ’માં પ્રવાસી ટિકિટ, પાસ મેળવવાની સુવિધા છે. પ્રવાસીઓએ પણ તેને સારો પ્રતિસાદ આપ્યો હોવાનો બેસ્ટે દાવો કર્યો છે. અત્યાર સુધી 1,02,360 પ્રવાસીઓએ આ ઍપ મોબાઈલમાં ડાઉનલોડ કરી છે. તેમાં હવે મહિલા પ્રવાસીઓની સુરક્ષા માટે આ નવી સુવિધા જોડવામાં આવી છે. મહિલા પ્રવાસીની સુરક્ષા માટે આ ઍપમાં એલાર્મ બટન રાખવામાં આવ્યું છે. બટન દબાવવાની સાથે  પોલીસ અને બેસ્ટના કંટ્રોલમાં તેની જાણ થશે અને ઍપની મદદથી બસ કયા છે ત્યાં તુરંત પોલીસ અને બેસ્ટના કર્મચારીને પહોંચવું શક્ય બનશે.

શું લોકડાઉનનું કાઉન્ટિંગ શરૂ? મુંબઈના માથા પર જોખમ, શહેરમાં સાત દિવસમાં કોરોના કેસમાં સાત ગણો વધારો; જાણો વિગત

Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
Mumbai Pollution: પ્રદૂષણ પર BMCનો એક્શન પ્લાન: મુંબઈમાં હવા પ્રદૂષણ મામલે 36 સ્થળોની તપાસ, કોર્ટમાં રજૂ થયો વિગતવાર રિપોર્ટ
BMC Elections: મુંબઈના ભવિષ્યનો ફેંસલો! BMC ચૂંટણીની તારીખો જાહેર, જાણો ક્યારે થશે મતદાન અને મતગણતરી
Maharashtra Weather:મહારાષ્ટ્રમાં ભારે શીત લહેર! પારો ૫C નીચે ગગડ્યો
Exit mobile version