ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 20 ડિસેમ્બર 2021
સોમવાર.
પ્રવાસીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને વેસ્ટર્ન રેલવે પોતાના સ્ટેશનો પર અત્યાધુનિક સગવડ ઊભી કરી છે. જેમાં સિનિયર સિટિઝનની સાથે જ દિવ્યાંગ વ્યક્તિઓને ધ્યાનમાં રાખીને સ્ટેશન પર એસ્કેલેટર, એલિવેટર(લિફ્ટ) બેસાડવાની યોજના હાથ ધરી છે, તે હેઠળ તાજેતરમાં કાંદિવલી(પશ્ચિમ) અને મીરા રોડ સ્ટેશન પર નવી લિફ્ટ બેસાડી હતી.
વેસ્ટર્ન રેલવેએ પ્રવાસીઓ પાટા ક્રોસ કરે નહીં તે માટે ફૂટ ઓવર બ્રીજની સાથે જ એસ્કેલેટર્સ અને બાઉન્ડ્રી વોલનું બાંધકામ કરી રહી છે. તાજેતરમાં વેસ્ટર્ન રેલવેએ તેના કાંદિવલી અને મીરા રોડ સ્ટેશન પર પ્રવાસીઓ માટે બે નવી લિફ્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.
કયા બાત હેં! રેલવેની મુંબઈગરાને નવા વર્ષમાં ગિફ્ટ, મુંબઈની લોકલ ટ્રેનમાં મળશે વાય-ફાય. જાણો વિગત
વેસ્ટર્ન રેલવેના પ્રવકતાના કહેવા મુજબ નવી લિફ્ટ કાંદિવલી સ્ટેશનના મિડલ ફૂટ ઓવર બ્રિજ પાસે ચાલુ કરવામાં આવી છે. તો મીરા રોડ સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 4 પર ઉત્તર દિશામાં ફુટ ઓવર બ્રિજ પાસે ચાલુ કરવામાં આવી છે. દરેક લિફ્ટ્સના બાંધકામ પાછળ લગભગ 39 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. આ લિફ્ટની ક્ષમતા 20 પ્રવાસીઓની છે. ખાસ કરીને સિનિયર સિટિઝન, દિવ્યાંગ અને સગર્ભા સ્ત્રીઓ તથા બાળકો માટે આ સેવા બહુ ઉપયોગી છે.
પશ્ચિમ રેલવેના મુંબઇ ડિવિઝનમાં પહેલાથી 39 લિફ્ટ્સ ચાલુ કરવામાં આવી છે. તો મુંબઈના ઉપનગરીય ખંડમાં 29 લિફ્ટ્સ સમાવેશ થાય છે.ચાલુ નાણાકીય વર્ષમાં 10 હજી વધારાની લિફ્ટ બેસાડવામાં આવવાની છે. તાજેતરના પશ્ચિમ રેલવે દાદર સ્ટેશન પર બે નવા લિફ્ટ્સ ચાલુ કરવામાં આવી છે.